________________
૪૨૨
હરિવંશ ઢાલ સાગર
ધનુષ વિજે દ્રોણ સુતજી રે લાલા, કરે અંબરશું રે વાદ; નાગકેતુ વર રથ ભલે રે લાલા, દીશે દૂર્યોધન આદ, ચડી. ૧૩ પીલી પતાકા રથ તણું રે લાલા, એ કર્ણ અભિરામ; એમ સઘલા અર્જુન કહે રે લાલા,
- સુભટ મહારથી નામ, ચડી. ૧૪ બાણે અંબર છાઇયો રે લાલા, દલ પસર્યા ચિહું દિશાર; આયા કણ રથ સન્મુખે રે લાલા, કરી આડંબર જોર, ચડી. ૧૫ અર્જુન રથના નાદથી રે લાલા, સુભટ ન ધરે રે ધીર; સિહ તણું રે ગાજતે રે લાલા, આવી ઉભે વડવીર. ચડી. ૧૬ શસ્ત્ર છેદી કણુના રે લાલા, કહે અર્જુન તજી રીશ; ઈશુ અવસર અંગરાયજી રે લાલા,
- પુગી સઘલી જગીશ. ચડી. ૧૭ વિંધ્યાચલ ગજની પરે રે લાલા, અડીયા દેઈ તતખેવ; અચરજ પામી અંબરે રે લાલા, મલીયા કૌતુકી દેવ, ચડી. ૧૮ મોટા ભડને મેડો રે લાલા, એકલડો હરીનંદ; મૂછઈ ધરણી વિષે રે લાલા, પડીયા કરું નરિદ. ચડી. ૧૯ દ્રોણુ ગુરુ તવ આવીયા રે લાલા, હરખાણે મન ભૂપ; આજ ગુરુ ભલે આવીયા રે લાલા, દેવા શેભ અનૂપ, ચડી. ૨૦ પ્રથમ બાણે હરીનંદજી રે લાલા, કીધો ગુરુ પ્રણામ; સૂકી બાણુ વર દુસરે રે લાલા, છેદે દેવજ અભિરામ, ચડી. ર૧ અનર્થ જાણી આકરે રે લાલા, પ્રભુ દયા દિલ આણુ; કૌરવ દલની ઉપરે રે લાલા, મુકે મેહનબાણ ચડી. રર સેન સકલ ધરણી પડયો રે લાલા, ન રહી શુધ લગાર; બાર મણના જે ઘડે રે લાલા,
તે પણ ન લહે રે સાર, ચડી. ર૩