________________
૩૮૫
ખાંડ સાતમે
સરવર જલ લઈ વલો, પૂઠે લાગી તામ; તિષ તિરું મુખ ભાંખતી, જાસ હીડબા નામ, આવીથી મારણ ભણી, પણ પતી કરવા કાજ વિનય કરી કરજોડીને, આગે ઉભી લાજ. ભીમ ભણે સુણ ભામની, તુહે પ્રકાશ આપ; રાક્ષસ નામ હીંડ બની, બહિન અંછું સક્લાપ તુમ હણવા હું મોકલી, હું મોહી તુમ દેખ; પ્રભુ હુશીયારી કીજીયે, રાક્ષસ જેર વિશેષ વ્યાહો મુજ પ્રાણેશ તુમ, હું તુમ દાસી સમાન; વનવાસે ખીજામત કરૂ, જિમ વાધે મુજ વાન. વનવાસે શું વ્યાહવું, ભાંખે ભીમકુમાર; આડંબર અણુ અવસરે, કરત ન શોભ લગાર.
ઢાલ ૧૨૩ મી
(ાગનાનીએ દેશી ) વાત કરતાં હાલી ચાલી, રાક્ષસ તે આઈ ગયો; લાતે મારી બહેનને વારે, ભીમ તણે મન રોષ થયો. ૧ માંસાહારી નીચ આચારી, અબલાને શું ચાટ કરે; જે બલવતો છે મયમંતે, મુજ સાતમા પગ કું ન ભરે. ૨ ધીય સિચાણી આગ તણું પરે, તરુ ઉપાડી આઇ; વૃક્ષ ઉખાડી ભીમ નરેસર, રાક્ષસ ઉપર ધાઈ. હત લથબથ હેત બથાબથ, ઉપર તલે આવી દેઈ જય હેડંબા કુંતી સેતી, કહે હણી તુહ સુત કે ઈ. અગ સંબાહી આયા ધાઈ, રાજા જમપી હેઈ; ગદા ઉપાડી હેઠે પાડી, મારી લીયો ભીમે સાઈ