________________
હરિવંશ દ્વાલ સાગર
રાજા રાણીને તમે દેજે, મદિરા માંસ આહારજી; મારે વચન ન માનસે તો, કેસું સહિ સંહારજી. આ૦ ૧૦. સુર વચને ચંપાપુર નાયક કરી, થા સહુ તેમ0; વેરી વેરપણું નવિ મૂકે, અમરખ પા એમજી. આ૦ ૧૧ હરિ નામેં રાજા તવ હુવે, લોક નમ્યા કરજેડજી; પાય, લાયક પરિગ્રહ પુરે, હયગય રથને ક્રોડજી, આ૦ ૧૨ એહ થાપના હરિવંશની, વસુધામે વિખ્યાત દશામા જીનવરજીને વારે, આગે નીસુણે વાતજી. આ૦ ૧૩ હરિ હરિણીથી નંદન ઉપજ્યો, પૃથ્વી પતિ ગુણધામજી; મહાગિરી હિમગિરી વસુગિરી રાજા, ઉત્તમ નામ પ્રણામ. ૧૪ મત્રિગિરી સુમસા નરનાયક, એ માટે રાજનજી; ત્રીખંડ પૃથ્વીમાંહિ અખંડીત, વરતાવી નિજ આણજી. આ૦ ૧૫ એવા હરિવંશી નૃપ હુવા, સંખ્યા રહિત અપાર; કિણું સુરગતિ કિણુ શિવગતિ સાધી, સફલ કીયા અવતાર). ૧૬ મુનિસુવ્રતસ્વામી જગતારક, રાજગ્રહી હરિવંશજી; મુનિસુવ્રત સુત સુત્રત રાજા, વંશ તણે અવશજી આ૦ ૧૭ ભુરિ ભૂપને અંતર હતાં, મથુરાપુરી માજારજી; વસુપુત્ર વરવૃહત કેતુવર, વંશ વિભુષણ સારજી. આ૦ ૧૮ કેટલાએક કાલને અતર, યદુરાજા ઉત્પન્નજી; જેહથી જાદવ નામ કહાયા, ધન એ પુરૂષ રતનજી, આ૦ ૧૯ યદુ રાજાને સુત સનર, સુર સરીખે રાવજી; શાખા પ્રતિશાખા હવે ચાલી, તે કહેવા ચિત્ત ચાવજી, આ૦ ર૦ બીજી ઢાલ સુણતાં ગૌરી, દુ:ખ દુર્ગતિનું ભાજજી; ગુણસાગર ગુણવંત નમ તા, સિઝે સલા કાજજી. આ૦ ૨૧.