SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૭) શ્રી સિદ્ધપદનાં ચૈત્યવંદનો ઉદધિ સુતા તાસ રિપુ, વાહન સંસ્થિત બાલ; બાલ જાણી નિજ દીજીએ, વચન વિલાસ રસાલ.............૧ અજ અવિનાશી અકલ જે, નિરકાર નિરાધાર; નિર્મમ નિર્ભય જે સદા, તાસ ભકિત ચિત્તધાર...........૨ જન્મ જરા જાવું નહી, નહીં શોક સંતાપ; સાદિ અનંત સ્થિતિ કરી, સ્થિતિ બંધન રુચિકાય...........૩ નિજે અંશ રહિત શુચિ, ચરમપિંડ અવગાહ; એક સમય સમ શ્રેણિએ, અવિચળ થયો શિવનાર............૪ સમ અંશ વિષમપણે કરી, ગુણ પર્યાય અનંત; એક એક પરદેશમેં, શકિત સજગ મહંત ..૫ રુપાતીત વ્યતિત મલ, પૂર્ણાનંદી ઈશ; ચિદાનંદ તાકું નમત, વિનય સહિત નિજશીષ...........૬ (૨૮). પ્રણમું સિદ્ધ નિરંજનો, સિદ્ધિ હેતુ સુખદાય; અજર અમર સુખને વર્યા, જપતા પાતક જાય ......... ૧ આતમજયોતિ અનુપમ ભલી, નિરાબાધ પદ સાધી; નિજગુણમાં રમતા સદા, વિરમી સકલ ઉપાધિ.......... ક્ષાયિક ભાવે જેહના, જ્ઞાનાદિક ગુણ સાર; પ્રેમે પૂજો ભવિ જના, કરી શુદ્ધ ચિત્ત અપાર.......... અરિહંતો પણ તેહને, નમન કરે ગુણ ખાણ; પરમેષ્ઠી બીજે પદે, પ્રણમે સિધ્ધ સુજાણ મુક્તિવિમલ સુખ સાહિબા એ, અવિચલ પદ દીજે; રંગ વિમલ પ્રભુ ધ્યાનથી, મન ઈચ્છિત લીજે ........૫
SR No.022757
Book TitleNavpad Manjusha
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherSohanlal Anandkumar Taleda
Publication Year2005
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy