________________
બાર ગુણે અરિહંતજી, અડગુણથી સિધ્ધ આઠ કર્મનાં નાશથી, લહયા પરમ સમૃધ્ધ .........૧ છત્રીસ ગુણ સૂરિ નમું, પાલે પંચાચાર: પચવીશ ગુણ પાઠક તણા, સકલ સંઘ આધાર............૨ સત્તાવીશ ગુણ સાધુના, શિવપંથને સાધે, જ્ઞાનક્રિયા એ જિન તણી, આણા આરાધે.............૩ સમકિત સડસઠ ભેદશું, શ્રધ્ધા રુચી નામ: ભેદ એકાવન નાણનાં, કીજે તાસ પ્રણામ ...............૪ સંવર આશ્રવ રોધથી, તેહી જ ચરણ પ્રમાણુ ચાર ક્યાય અભાવથી, તે ઉત્કૃષ્ટ વખાણું .........૫ ઈહ નહીં પરભાવની, કરે કર્મ અભાવ: અણાહારી પદ ભાવના, એહ તપ આત્મ સ્વભાવ.............. નવ અનંતા પામવા એ, ઉત્તમ નવપદ ધ્યાન પદ્રવિજય કરે ધ્યાઈએ, કરી એકાગ્ર તાન........૭
.............
(૧૦) પહેલે પદ અરિહંતનાં, ગુણ ગાઉં નિત્ય, બીજે સિદ્ધતણા ઘણા, સમરો એક ચિત્ત... આચારજ ત્રીજે પદ, પ્રણામો બહુ કરજોડી; નમીએ શ્રી ઉવઝાયને, ચોથે પદ મોડી... પંચમ પદ સર્વ સાધુનું નમતાં ન આણો લાજ; એ પરમેષ્ટિ પંચને, ધ્યાને અવિચલરાજ...... દંસણ શંકાદિ રહિત, પદ છઠે ધારો સર્વ નાણ પદ સાતમે, ક્ષણ એક ન વિસારો............... ચારિત્ર ચોખ્ખું ચિત્તથી, પદ અષ્ટમ જપીએ; સકલભેદ વિચ દાનમૂલ, તપ નવમે તપીએ ............
(67)