________________
દર્શન પદ
(રાગ : ઓચ્છવ રંગ વધામણા.....)
દર્શનપદ છઠે નમું, તુમે સાભળો ભવિયણ, હાં હાં રે તુમે સાંભળો ભવિયણ તત્ત્વ પદાર્થ નવ કહે શ્રી મહાવીર જીનવર... હાં હાં રે શ્રી... દેવ-ગુરુને-દર્મની જે શ્રદ્ધા કરશે... હાં હાં રે જે શ્રદ્ધા... સમ્યગ દષ્ટિ જીવને અર્ધ પુદગલ ફરશે... હાં હાં રે અર્ધ...
શ્રદ્ધા વિના નહિ જ્ઞાન છે, જ્ઞાન વિના નહિ ચરણ... હાં હાં રે જ્ઞાન... ચરણ વિણ નહિ મુક્તિ રે એમ ઉત્તર જયણા... હાં હાં રે એમ... સડસઠ ભેદ છે એહનાં, જે શિવસુખ જોડે... હાં હાં રે .... લક્ષણ પંચ છે એહનાં, તે નિશ્ચય નય બોલે... હાં હાં રે તે.... શમ સંવેગ નિર્વેદના આસ્તિકય કરુણા... હાં હાં રે આસ્તિકય... શિવળ કૈરા વૃક્ષનાં, એ બીજ ભલેરાં.... હાં હાં રે એ... હરિ વિકમ રૃપે સેવ્યા, અનુભવ્ય રંગ થોલા.... હાં હાં રે અનુભવ... એક મુહૂર્ત સમ શ્રેણીએ, લહો હર્ષ કલ્લોલા... હાં હાં રે લહો...
જ્ઞાન પદ
(રાગ : મને સંસાર શેરી વિસરી રે લોલ...)
મને જ્ઞાનીની ગોઠડી મીઠડી રે લોલ, જેથી જાય અજ્ઞાનની ભીતી જો... હાં રે ભેદ પાંચ એકાવન જ્ઞાનના રે લોલ, જાણો જ્ઞાની ગુરુની પાસ જો... હાં રે મને જ્ઞાની...
પહેલું જ્ઞાનને પછે દયા કહે રે લોલ, એમ સૂત્ર સિદ્ધાંતથી ધારજો-મને... હાં રે જેથી ભક્ષાભક્ષને જાણીએ રે લોલ, થાય પેયાપેય વિચારજો-મને... તેહ જ્ઞાનને નિત્ય નિત્ય વંદિએ રે લોલ, જેહ સ્વપર પ્રકાશક ભાણજો... મને.. હાં રે રવિજ્ઞાન ઉદયનાં તેજથી લોલ, કેવળજ્ઞાન સદા જયકારજો... મને.. મેરુ શિશ રવિને ઇંદ્રની રે લોલ, ઉપમા તે જ્ઞાનીને ધાર જો... મને.... આત્મા રુપ જાણ્યા વિના રે લોલ, ફ્રે જેમ જંગલનું રોઝ જો.... મને.. ભવ અટવી રુલે અજ્ઞાનથી રે લોલ, પાર પામે થાય જ્ઞાન ઉદ્યોત જો... મને.. જયંત નરેશ્વર પામ્યો રે લોલ, અતિ અદભૂત જીનપદ સાર જો.. મને... જ્ઞાન જ્ઞાનની તણાં બહુમાનથી રે લોલ, લહયું શાશ્વત પદ મનોહાર જો... મને..
(594)