________________
(૧૧) શ્રીપાલ રાજાનો રસ એક હતો રાજા, એને સૈનિક ઝાઝાં, ભમભમ ભમભમ ભમભમ એને મહેલે વાગે વાજાં, બબ્બે રે કુંવરી એને બબ્બે રે કુંવરી, ચટક મટક ચાલે ને લટક મટક મહાલે ચાકડીયું ચાક્ડીયું ચાક્ડીયું શું શું.... સુરબાળા મોટીને મયણાસુંદરી નાની, લાડકોડમાં ઉછરતી બેઊ જાણે તોફાની ખાતીતી નિત્ય ખાજાં.... એ..... નાની રે નાની રે નાની રે નાર... માને ના કોઈનું જરી યે લગાર, છોડી રે મોટી હાડકાની ખોટી.... રાજાજી કરતાં એને બહુ વહાલ, રાણીજી કરતાં એને બહુ વહાલ,
મારી દિકરી મારી દિકરી... એક હતો રાજા....
સાખી
વીત્યું બાળપણ રમતાં રમતાં, વીતી સોળ વસંત,
સર્વે કળામાં થઈ પારંગત, હૈયૈ નિત્ય હસંત... આવી વસંત, આવી વસંત, આવી વસંત, આવી વસંત,
મયનીયિ ની ની સાં સાં રે ની સાં.. ગ... ગ.. મ... રે... સા.. ની... સા..
રે સા... ની... ય... આવી વસંત.. આવી વસંત..... ફૂલ યૌવન નીરખ્યું રુપ રંગે, વેલ તરુવર ઝૂલે ઉમંગે, ચૌદીશે મહેંકી મસ્ત સુગંધ.... આવી વસંત.. એક દિવસની વાત છે ભાઈ, એક દિવસની વાત, નિજ પુત્રીઓ કેરુ કરવા, પારખું મન વિચાર્યું, રાજ સભામાં પ્રશ્નો પૂછવા, એને આજ નિરધાર્યું, એક દિવસની વાત છે..
419