________________
(૨) પ્રાણનાથ ચાલો
(રાગ : વ્રત સાતમે વિરતિ આદ.....) પ્રાણનાથ ચાલો જીવનમંદિરે રે લોલ, જીન દર્શને પાપ પલાય જો, પ્રિયા સાથે રાણી ગયો મંદિરે રે લોલ, ર્યા દર્શનને આનંદ થાય જો...
પુણ્ય પ્રગટથાને દુઃખ દૂરે ટળ્યા રે લોલ.. ૧ // પ્રભુ પૂજા કરી શુભ ભાવથી રે લોલ, ત્યાં થયો ત્યારે ચમત્કાર જો, ઉપાશ્રયે આવી ગુરુ વાંદિયા રે લોલ, સુણી વાણી ગુરુની મનોહાર
જો-પુણ્ય... પર છે. મુનિ પૂછે છે આજ કેમ એકલી રે લોલ, બીજો નરરત્ન કોણ સાથ જો, ત્યારે મયણા કહે નિજ વાતડી રે લોલ, આ છે કર્મ દીધો મુજનાથ
જો-પુણ્ય... ||રા. મને દુઃખ નથી કોઈ વાતનું રે લોલ, ધર્મ નિંદાનું દુઃખ મને થાય જો, તુમ શ્રાવકનો રોગ મટાડવાં રે લોલ, આપ યંત્ર મંત્ર કે ઉપાય
જો-પુણ્ય.... ૪ મુનિ યંત્ર આપી લાભ જાણીને રે લોલ, બેઉએ કર્યો તેનો સ્વીકાર જે, આસો સુદી સાતમથી આદરે રે લોલ, નવ આંબિલ દુઃખ હરનાર
જો-પુણ્ય.... /પા નવપદ આરાધી ભાવથી રે લોલ, રોગ રહિત થયો શ્રીપાલ જો, હેમલત્તાશ્રી નવપદને નમે રે લોલ, જેથી ભાગે સર્વ જંજાળ
જો-પુણ્ય.... દા. (૩) એક દિન
(રાગ : મીઠા લાગ્યા છે મને...) એક દિન શ્રીપાલ રમવા ચાલ્યો, વાટે સુણી એક વાત રે... સાંભળ જો વાત એ મીઠડી... અજ્ઞાન બાળા માતાને પૂછતી, જાયે કોણ ઇન્દ્ર કે ચંદ્ર રે... સાંભળ જો...... II જનની કહે પુત્રીને આ છે રાજજમાઇ સુણી થયુ કુંવરને દુઃખ રે.... સાંભળ જે... મેરા આવી કહે માતને આશિષ આપો મને, મારે જાવું પરદેશ રે... સાંભળ જો... હો મયણા કહે નાથને આવીશ સંઘાત, તુમ વિયોગ ન ખમાય રે... સાંભળ જો..... ૪ પ્રિયાને શીખ દઈ માત આશિષ લઈ, ચાલ્યો શુકન જોઈ પંથ રે......સાંભળ જો... #પા નિર્ભય થઈને સિંહ પર ચાલતો, નવા નવા જોતો કૌતુક રે... સાંભળ જો.... III
- 613