________________
પરમાતમ પદ પૂરણ વિલાસી, સઘ ઘન દાઘ વિનાશી જી, અનંત ચતુષ્ટય શિવપદ ધ્યાવો, કેવલજ્ઞાની ભાષી જી.... 11211 આચાર્ય પદ-પંચાચારકું પાલે અજવાળે, દોષ રહિત ગુણધારીજી, ગુણ છત્તીસ આગમધારી, દ્વાદશ અંગ વિચારીજી, પ્રબલ સબલ ઘનમોહ હરણકું, અનિલ સમો ગુણવાણીજી, ક્ષમા સહિત જે સંયમ પાળે, આચારજ ગુણ ધ્યાની જી... ॥૩॥ ઉપાધ્યાય પદ-અંગ ઇગ્યારે ચૌદે પૂરવ, ગુણ પચવીશના ધારી જી, સૂત્ર અરથધર પાઠક કહીએ, જોગ સમાધિ વિચારી જી,
તપ ગુણ શૂરા આગમ પૂરા, નય નિક્ષેપે તારીજી, મુનિ ગુણધારી, બુધ વિસ્તારી, પાઠક પૂજો અવિકારીજી.... ॥૪॥ સાધુપદ+સમિતિ ગુપ્તિકર સંજમ પાલે, દોષ બયાલીશ ટાલેજી, ષટ્કાય ગોકુલ રખવાલે, નવવિધ બ્રહ્મવ્રત પાળેજી, પંચ મહાવ્રત સુધા પાલે, ધર્મ શુક્લ અજવાલે જી, ક્ષપકશ્રેણી કરી કર્મ ખપાવે, શમ પદ ગુણ ઉપજાવે જી.... ॥૫॥ દર્શન પદ-જિણ પન્નત તત્ત સુધા શ્રદ્ધે, સમકિત ગુણ ઉજવાલેજી, ભેદ છેદ કરી આતમ નિરખી, પશુ ટાલી સુર પાવે છ, પ્રત્યાખ્યાને સમતુલ ભાખ્યો, ગણધર અરિહંત સૂરાજી, એ દરશન પદ નિત નિત વંદો, ભવ સાગરકો તીરાજી.... ॥૬॥
જ્ઞાન પદમતિ શ્રુત ઇન્દ્રિય જનિત કહીએ, લહીએ ગુણ ગંભીરોજી, આતમધારી ગણધર વિચારી, દ્વાદશ અંગ વિસ્તરોજી, અવિધ મન: પર્યવ કેવલ વલી, પ્રત્યક્ષ રૂપ અવધારોછ, એ પંચજ્ઞાનકું વંદો પૂજો, ભવિજનને સુખકારોજી... II૭॥
ચારિત્ર પદકર્મ અપચય દૂર ખપાવે, આતમ ધ્યાન લગાવેજી, બાર ભાવના સુધી ભાવે, સાગર પાર ઉતારેજી, ખંડ રાજકું દૂર તજીને, ચક્રી સંજમ ધારેજી, એહવો ચારિત્રપદ નિત વંદો, આતમગુણ હિતકારેજી.... ૮
તપ પદ-ઇચ્છારોધન તપ તે ભાખ્યો, આગમ તેહનો સાખીજી, દ્રવ્યભાવસે દ્વાદશ દાખી, જોગ સમાધિ રાખીજી,
407