________________
(૧૦૬)
ઓ ભવિ પ્રાંણી રે ! સેવો સિદ્ધચક્ર ધ્યાન સમો નહીં મેવો, જે સિદ્ધચક્ર આરાધે, તેહની કીર્તિ જગમાં વાધે.. ઓ વિ-૧ પહેલે પદે રે અરિહંત, બીજે શુદ્ધ બુદ્ધ ધ્યાન મહંત,
ત્રીજે પદે રે સૂરીશ્વર ચોથે ઉવજ્ઝાયને પાંચમે મુનીશ્વર.. ઓ ભવિ-૨ છઠે દરિશન કીજે, સાતમે જ્ઞાનથી શિવસુખ લીજે,
આઠમે ચારિત્ર પાળો, નવમે તપથી મુક્તિ જાવો... ઓ ભવિ-૩ ઓળી આંબિલની કીજે, નવકારવાળી વીસ ગણીજે, ત્રણે ટંકના રે દેવવંદન, પડિલેહણા પડિક્કમણાં.... ઓ ભવિ-૪ ગુરુ મુખે ક્રિયા રે કીજે, દેવગુરુ ભક્તિ ચિત્તમાં ધરીજે, એમ કહે રામનો શિષ્ય, ઓળી ઉજવો જગદીશ.... ઓ ભવિ-પ
(૧૦૭) રાગ : શીખ સાસુજી દે છે રે વહુજી રહો ઢંગે.... સિદ્ધચક્રને ભજીયે રે, કે ભવિયણ ભાવ ધરી, મદ માનને તજીયે રે, કે હું મતા દૂર કરી-ટેક પહેલે પદ રાજે રે, કે અરિહંત શ્વેત તનુ, બીજે પદ છાજે રે, કે સિદ્ધ પ્રગટ ભણું.....૧ ત્રીજે પદ પીળા રે, કે આચારજ કહીએ, ચોથે પદ પાઠક રે, કે નીલવરણ સોહે..... ૨
પાંચમે પદ સાધુ રે, કે તપ સંયમ શૂરા, શ્યામવરણ સોહે રે, કે તપ સંયમ પૂરા.....૩ દરિસણ નાણ ચારિત્ર રે, કે તપ સંયમ શુદ્ધ ખરા, આણો ભાવ ચિત્ત આણી રે, કે હૃદયમાં ધ્યાન ધરો... ૪ સિદ્ધચક્રે ધ્યાન રે, કે સંકટ ભવ ન આવે, કહે ગૌતમ વાણી રે, કે અમૃતપદ પાવે.....પ
(૧૦૮) રાગ ઃ નિંદરડી વેરણ હુઈ રહી
શ્રી સિદ્ધચક્ર આરાધીએ, જેમ પામો હો ભવિ કોડિ કલ્યાણ કે,
શ્રી શ્રીપાલ તણી પરે, સુખ પામો હો લહો નિર્મલ નાણ કે-શ્રી સિદ્ધ-૧ નવપદ ધ્યાને ધરો સદા, ચોખે ચિત્તે હો આણી બહુ ભાવ કે,
વિધિ આરાધન સાચવો, જિમ જગમાં હોય જસનો જમાવ કે-શ્રી સિદ્ધ-૨
169