________________
સૌખ્ય અવ્યાબાધ નિશદિન, ચરણ ક્ષાયિક જાણ રે... 119 11 સ્થિતિ અક્ષય શુદ્ધ આતમ, અનામિપણું ધાર રે, અગુરુલઘુ ગુણ શુદ્ધ આતમ, પૂર્ણ તીર્થ વિચાર રે-૨ આઠ ગુણ સમુહ જંગમ, શુદ્ધ આતમ રૂપ રે, કર્મે બાંધ્યા ગુણ આઠે, એ વિભાવ વિરુપ રે-૩ જે વિભાવે કરે રમણતા, તે સંસારી કામ રે, દૂર કરે પરભાવને તે, શુદ્ધ આતમરામ રે-૪ શ્રી ચારિત્રને જ્ઞાન શુદ્ધિ, અન્ય શુદ્ધિ છેક રે, એ આઠે શુદ્ધ થાતા, જીવ સિદ્ધ છે એક રે-૫
(૧૦૪) રાગ : નમો રે નમો શ્રી શેત્રુંજય ગિરિવર સકલ સુરાસુર વધ નમીજે, શ્રી સિદ્ધચક્ર પ્રધાન રે, ઈહભવ પરભવ શિવસુખ કારણ, વારણ કર્મ વિતાન રે-સ.... પ્રથમ પદે અરિહંત નમીજે, ચાર અતિશયવંત રે, પ્રાતિહારજ આઠની શોભા, બાર ગુણે ભગવંત રે-સ..... આઠ કરમનાં નાશે જિનવર, આઠ ગુણ પ્રગટાય રે, એહવા સિદ્ધ પ્રભુને નમતાં, દુરિત સકલ દૂર જાય રે-સ... આચારજ પ્રણમો પદ ત્રીજે, ગુણ છત્રીસ સોહાય રે, પાઠક પદ ચોથુ નિત પ્રણમુ, ગુણ પચવીશ કહાય રે-સ.... સત્તાવીશ ગુણે કરી સાધુ, દુષ્ટ કરમ ભવ જીપે રે, ચાર સહણા આદે સડસઠ, ભેદે દરિસણ દીપે રે-સ... સાતમે નાણ નમો વિ ભાવે, ભક્તિ કરી શુભ મન રે, પાંચ કહ્યા મૂલ ભેદ જ ચારુ, ઉત્તર એકાવન રે-સ.... સંયમ સત્તર પ્રકારે આરાધો, નવમે પદ તપ સાર રે,
તે તપ બાર ભેઠે વખાણ્યો, અવિચલ પદ દાતાર રે-સ.... એ નવપદમાં આતમા રે, નિજ આતમમાં એહ રે, મયણાને શ્રીપાળે આરાધ્યો, નવમે ભવે શિવ ગેહરે સ...
પાંચ ગુણીમાં ગુણ રહ્યા રે, ગુણી સેવે ગુણ હોય રે, ધ્યેયને ધ્યાતા ધ્યાનથી જાણો, ભેદ રહ્યો નવિ કોઈ રે-સ....
ઈમ નવપદ જે ધ્યાવે પ્રાણી, તે શુભવિજય વરંત રે, વીર કહે સુણ શ્રેણીક તે નર સિદ્ધિવધૂ વરદંત રે-સ....
167