________________
વિષાદહરણી મહોદયકારી, લહીએ દીક્ષા હે નરનારી, કષાય રહિત જે આતમ જાગે, આગાઢ કર્મો તપથી ભાગે, સિદ્ધિદાયક હે સિદ્ધયંત્ર ! પ્રણમું રાખી બહુમાન છે શ્રી... Rપા નવપદ પ્રભાવે સુખ રસાળા, પામ્યા શ્રી મયણાને શ્રીપાળ, નવપદને જે મનમાં રાખે, અમૃત સુખના સ્વાદને ચાખે, જિનેન્દ્ર આજે આતમ કાજે, કરે નવપદ ધ્યાન પાન છે શ્રી.... |દો.
(૧૨) દુહા અરિહંત અશરીરી આચાર્યજી, ઉવઝાયને મુનીરાય, દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ સહ, ૩ ધ્યાવો સુખદાય..... I૧. નવપદ નિર્મળા જગમાંહી, સેવક નિર્મળ થાય. તે કારણ સિદ્ધચક્ર સેવો, દોહગ દૂર પલાય... મેર .
ઢાળ - રાગ : રાખનાં રમકડા... નવપદજી એ નિર્મળા તમે સેવો (૨) શુભ ભાવ ધારી રે, દુઃખ દોગ સૌ દૂરે પલાયે, સુખ વિકસે અપારી રે.... નવપદજીએ ૧/ અરિહંત ધ્યાન અરિહંત બનાવે, બાર ગુણે શોભનારાં ઉજ્જવલ વર્ણ કેવલ દિપક, આતમ જ્યોતિ ધરનાર રે... નવપદજીએ મેરા બે હજાર ચૌદ પૂનમે આસોની, નવપદ વિધિએ સેવા, આરાધના અતિ ઉમંગે, બહુ કર્મોને ખેવ્યા રે... નવપદજીએ પાડા વિમળેશ્વર સાન્નિધ્ય કરે વળી, ચકેશ્વરી પૂરે આશા, સૂરિ અમૃતનો જિનેન્દ્ર ધ્યાવે, નવપદજી એ ખાસા રે... નવપદજીએ II
(૧૩) રાગ : નારે નહિ માનું યા જાને મથુરા સેવો સેવો ભવિજન પ્યારા નવપદ તપ સજાણ મેવો મેવો ભવિજન પ્યારા શિવપુરનો એ જાણ આસોને ચૈતર સુદિ સાતમથી, પૂનમ લગી અવધાર સાડાચાર વરસે એ તપ પૂરો, આંબિલ એકાશી ધાર.. સેવો... નમો અરિહંતાણં આદિ પદની, નવકારવાળી વીશ વીશ, પ્રતિલેખણ પ્રતિકમણ દોય ટંકનું કરીયે વિશ્વાવીશ... સેવો... II દેવવંદન દેવપૂજા ત્રિકાળે, કરીએ કરીએ વિધિશું પચ્ચકખાણ,
109