________________
જળ,
દંપતી નવપદ સેવતા રે, પામ્યા નવમું સ્વર્ગ, જિનેશ્વર પૂજીએ આતમ અનુભવ જ્ઞાનથી રે, ભક્ત લહે અપવર્ગ, જિનેશ્વર પૂજીએ
ઢાળ – ૬ સેવો રે ભવિજન ભક્તિ ભાવે વ્યાવ રે, સિદ્ધચક્ર મન ઉમાય, ભવિ સાંભળી આસો માસે ચૈત્ર ઉમંગ કીજે, ઓળી નવ અભંગ - ભવિ સાંભળો ઉભયતંક, પડિક્કમણું જાણ, દેવવંદન પૂજા ત્રણ કાળ, ભવિ સાંભળો, કેસર ચંદન મૃગમદ સાર, પૂજા રચાવો થઈ ઉજમાળ ભવિ સાંભળો રા. મંગળ દિવો આરતિ શાલ, અક્ષત ફલાદિક નૈવેદ્ય થાય ભવિ સાંભળો, ચૌદ પૂર્વનો જે છે સાર, તેણે કારણ સમરો નવકાર ભવિ સાંભળો રૂા એ સિદ્ધચક્રની ભક્તિ નિત્ય, નવપદ જાપ જપો એકાંત ભવિ સાંભળો, જપતા નવપદ મયણા શ્રીપાલ, ઉબર રોગ ગયો તત્કાળ ભવિ સાંભળો I૪ સાતસો મહીપતિ હવણ પ્રભાવ, દેહ પામ્યા કંચનવાન ભવિ સાંભળો, બાંધી સંપદા જગ મશહૂર, પામ્યા મુક્તિ સુખ ભરપૂર ભવિ સાંભળો ૫પા
ઢાળ – ૭ સિદ્ધચક્ર સેવો રે મન મોહન મેરે, જે છે પરમ દયાળ મન મોહન મેરે - આ તપ વિઘ્ન દૂર કરે મન- ઉતારે ભવ પાર મન.. II આસો સુદી સાતમ દીને મન-કીજે ઓળી ઉદાર મન, ઉભય ટંક કાઉસ્સગ કરો મન-તજી વિષય પ્રમાદ મન... II કેસર ચંદન ઘસી ઘણા મન-પૂજા રચો શ્રીકાર મન, પાન ફલાદિક ઢોકીયે મન-લે પગર ભરાવ મન... ૩ શ્રી સિદ્ધચક્ર ભક્તિ કરે મન-મયણાને શ્રીપાલ મન, દેવવંદન કાઉસ્સગ કરો મન-પૂરવ ભવ અભ્યાસ મન... I૪
એમ નવપદ વિધિ સાચવે મન-ચાર વર્ષ પર્ટ માસ-મન દંપતી નવપદ સેવતા મન-લહે મુક્તિ સુખવાસ-મન. પા
ઢાળ – ૮ આસો ચૈત્ર માસે કરો ઓળી મન ઉલ્લાસ રે, ભવિયા શ્રી સિદ્ધચક્ર આરાધો, પૂર્વ દિશે અરિહંત શ્વેત, બાર ગુણે સોહંત રે.... ભવિયા |૧||
104)