________________
ભાવસાગર કહે સિદ્ધચક્રની જે નર સેવા કરશેજી, આતમ ગુણને અનુભવીને, મંગલ માલા વરશેજી - નવપદ સેલા
(૭) દિલ લૂંટાને વાલે જાદુગર... સુરમણિ સમ સહુ મંત્રમાં, નવપદ અભિરામી રે, કરુણા સાગર ગુણનિધિ, જગ અંતરજામી રે... ૧ ત્રિભુવન જન પૂજિત સદા, લોકાલોક પ્રકાશી રે, એહવા શ્રી અરિહંતજી, નમું ચિત ઉલ્લાસી રે.... ર ા અષ્ટ કરમ દલ ક્ષય કરી, થયા સિદ્ધ સ્વરુપી રે, સિદ્ધ નમો ભવિ ભાવથી, જે અગમ અરુપી રે.... ૩ ગુણ છત્રીસે શોભતા, સુંદર સુખકારી રે, આચારજ ત્રીજે પદે, વંદુ અવિકારી રે.. I૪ આગમધારી ઉપશમી, તપ દુવિધ આરાધી રે, ચોથે પદ પાઠક નમો, સંવેગ સમાધિ રે... પા. પંચાચાર પાલણ પુરા, પંચામૃવ ત્યાગી રે ગુણરાગી મુનિ પાંચમે, પ્રણમું વડભાગી રે . .દા નિજ પરગુણને ઓળખે, શ્રત શ્રદ્ધા આવે રે છઠે ગુણ દરિસણ નમો, આતમ શુભ ભાવે... IIળા જ્ઞાન નમો ગુણ સાતમે, જે પંચ પ્રકારે રે આઠમ ચારિત્ર પદ નમો, પરભાવ નિવારી રે.... ૮ ખત્યાદિક દશ ધર્મનો, જે અધિકારી રે, નવમે વળી તપપદ નમો, બાહ્મ અત્યંતર ભેદ રે.... II બાંધ્યા કાળ અનંતના, જે કર્મ ઉચ્છેદે રે, એ નવપદ બહુમાનથી, ધ્યાને શુભ ભાવે રે... ૧૦ નૃપ શ્રીપાલ તણી પરે, મનવાંછિત પાવે રે, આસો ચૈત્ર માસમાં, નવ આંબેલ કરીએ રે..... ૧૧. નવ ઓળી વિધિ યુક્ત કરી, શિવ કમળા વરીએ રે, શ્રી સિદ્ધચક્રની બહુ પરે, વર મહિમા કીજે રે.... I૧૨. શ્રી જિનલાલ કહે સદા, અનુપમ જસ લીજે રે, શ્રી સિદ્ધચક્રને જે આરાધે, તે ભવસાગર તરશે રે... I૧૩ો.
100