SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - નમો અરિહંતાણં લબ્ધિ-વિક્રમ-સ્થૂલભદ્રસૂરીશ્વરજી સદગુરુભ્યો નમ: સંપાદકીય સંપૂર્ણ ગુણમય આત્મા જડનાં સયોગથી અનેક દોષોથી વ્યાસ થયો છે. તે દોષોના નાશ કરવા માટે પૂર્ણ ગુણમય પરમાત્મા તથા મહાત્માઓની આરાધના સેવન કરવાથી આત્મા પૂર્ણ ગુણમય બને છે. તે માટે નવપદમય સિધ્ધચક્રની આરાધના બતાવી છે. તેમાં સંપૂર્ણ જિનશાસનની આરાધનાનો સમાવેશ થયો છે. એની અંદર દેવ ગુરુ ધર્મ, ધર્મ ધર્મી, ગુણગુણીનો સમાવેશ છે, અરિહંત સિધ્ધનો દેવતત્વમાં, આચાર્ય, ઉપાધ્યાય સાધુઓ ગુરુતત્વમાં અને ધર્મ તત્વમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ આવે છે. આ તસ્વીની આરાધના કરવાથી અનાદિકાળના આત્મામાં લાગેલા દોષો વિકાર વાસનાઓ, નાશ પામી જાય છે. તે આરાધના જ્ઞાની ભગવંતોએ આસો અને ચૈત્ર મહિનામાં સુદી સાતમથી પૂનમ સુધીના નવ દિવસો નક્કી કરેલા છે. વર્તમાન કાળમાં પણ અનેક આત્માઓ ગામો અને શહેરોમાં આરાધના કરી, પોતાના આત્માનું કલ્યાણ કરી રહ્યા છે. | તે નવપદની આરાધના કરવા માટે પૂર્વના તથા વર્તમાન કાળના આચાર્ય ભગવંતોએ અનેક ભાષાઓમાં ચૈત્યવંદનો, સ્તુતિઓ, સ્તવનો, સક્ઝાયો, સ્તોત્રો આદિ રુપે વિવિધ સાહિત્યની રચના કરી છે, તે સાહિત્ય અલગ અલગ ગ્રંથો તથા પુસ્તકોમાં હોવાથી આરાધકોને અનુકૂળતા રહે તે માટે એક પુસ્તક રુપે પ્રકાશન કરવાની ભાવનાથી વિવિધ પુસ્તકો, ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવ્યું છે, એ પણ લગભગ છાપેલ પુસ્તક વગેરેમાંથી પ્રાપ્ત થયેલ લેવામાં આપ્યું છે. આ સિવાય પણ હસ્ત લિખિતમાં તેમજ છાપેલ પુસ્તકોમાં પણ ઘણું સાહિત્ય હોવું જોઈએ જે આગળ ભવિષ્યમાં અવસરે વિચારાશે. આ સાહિત્ય આસ્થી પચ્ચીસ વર્ષ પૂર્વે એકત્રીત કરતા કરતા રાજે શ્રી સંઘ સમક્ષ મુકાય છે. આ પુસ્તકની પ્રેસ કોપી વાગડના સાઃ મ. શ્રી હેમશ્રીજીના નિશ્રાવર્તી સાધ્વીજી મ.સા. તથા સા.અ. શ્રી સુભદ્રાશ્રીજી મ.ના નિશ્રાવર્તી સાધ્વીજી મ.સા. તથા અનેક સાધુ સાધ્વી તથા શ્રાવકો એ કરી આપી શ્રુતભક્તિનો અનુમોદનીય લાભ લીધો છે. પુસ્તક પ્રકાશન માટે. ૫.પૂ. કવિરત્ન આ.ભ. શ્રી વિજયકલ્પયશ સૂરીશ્વરજી મ.સા. તથા જિનભક્તિ રસિક પ્રવર્તક કલાપૂર્ણ વિજ્યજી મ.ની. પ્રેરણાથી અનેક મહાનુભાએ શ્રુતભક્તિ નો સુંદર લાભ લીધો છે. તે બદલ તેઓ ધન્યવાદને યોગ્ય છે. પુસ્તક પ્રકાશનમાં ખાસ રુચીરસ લઈ પ્રેસ વગેરેમાં. પોતાના દુર્લભ સમયનો
SR No.022757
Book TitleNavpad Manjusha
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherSohanlal Anandkumar Taleda
Publication Year2005
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy