SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ જે થાય તે સારાને માટે. રક્ષણ કરૂં” આ પ્રમાણે જણાવી તે લાકડાના પિલાણમાં મને સુવાડી મારા ઉપર તે લાકડાની બીજી ફાડ હાંકી દીધી ત્યાર પછી શું બનાવ બન્યું તે, ગર્ભાવાસમાં રહેલાની માફક મને બીલકુલ ખબર નથી. પૂર્વ પુર્યોદયથી આ કાષ્ટ અહીં જ આવ્યું, અને હું તેમાંથી નીકળી. આ પ્રમાણે મારૂં બનેલું સર્વ વૃત્તાંત આપને જણાવ્યું. રાજાએ જણાવ્યું. “હે પ્રિયા ! તું મેટી આપત્તિમાં આવી પડી હતી, તારૂં મરણ થયેલું જાણી, તારા વિરહથી મેં પ્રાણત્યાગ કરવાનો નિશ્ચય કર્યો હતો. તૈયાર કરેલી આ ચિતા તેની જ છે આ શિબિકામાં જે મૃતક લઈ આવ્યા હતા, તે પેલા ભૂતની માયાથી બનાવેલું તારું મૃતક શરીર હતું તે હમણું જ લેકેના દેખતાં આકાશમાં ઉડી ગયુ છે તે શું હશે તેને સંશય તારા કરેલા ખુલાસાથી જ નિવૃત થયા છેમને ચિંતામાં બળી મરતે જાણ, મારા દુઃખે દુઃખિત થયેલા આ સર્વ લેકે ગળા નદીના કિનારા પર એકઠા થયેલા છે ” ઈત્યાદિ સર્વ વૃત્તાંત રાજાએ રાણીને કહી બતાવ્યું. રાજાએ સુબુદ્ધિ પ્રધાન સામી નજર કરી જણાવ્યું. સુબુદ્ધિ ! રાણીને વિદ્યાધરીએ કાષ્ટના પિલાણમાં શા માટે નાખી હશે ? એનું સત્ય કારણ શું સમજાય છે ? અને આ લાકડું અહીં કેવી રીતે આપ્યું? સુબુદ્ધિએ જણાવ્યું. મહારાજા ! મારું માનવું એમ થાય છે કે સપત્ની થવાની શંકાથી વિદ્યાધરીએ, ચંપકમાલા
SR No.022746
Book TitleMalaysundari Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherMukti Kamalkeshar Jain Granthmala
Publication Year1974
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy