________________
૪૩૨
મલયસુંદરી ચાર
પ્રકરણ ૬૮ મું મહત્તરા સાધ્વી મલયસુંદરી કેળવણને યથાસ્થાને નિજના કરવી તેની બલી-- હારી છે. જે કાર્ય ઘણા લાંબા કાળે અને દુશક્યતાથી. મનુષ્ય કરી શકે છે, તે કાર્યદક સ્વભાવવાળે અને અસ્પષ્ટ ચૈતન્યવાળે અગ્નિ ઘણા થોડા વખતમાં અને સુશકયથી કરી શકે છે. વિજળીની અને અગ્નિની. મદદથી ચાલતા તાર. ટેલીફેન, રેલવે, સ્ટીમર, મીલે અને અનેક પ્રકારના સંચાઓ, આ સર્વ દૃષ્ટાંતે પ્રત્યક્ષ અત્યારે આપણું સર્વના દેખવામાં આવે છે, તેમજ પાણી અને વાયુની મદદથી પણ તેવા અશકય કાર્યો બની શકે છે. હિંસક સ્વભાવવાળાં સિંહ, વ્યાધ્રાદિ પશુઓ પણ કેળ-- વણીના પ્રતાપથી પિતાના સ્વભાવને એક બાજુએ મૂકી મનુષ્યની સાથે હળી મળીને રહેતા દેખવામાં આવે છે સ્વાતિ નક્ષત્રનું પાણું યથાસ્થાન-છીપમાં સ્થિતિ પામવાથી મોતી જેવી સુંદર અને બહુ મૂલ્યની વસ્તુ પેદા કરે છે. આ વિચાર કરનારને સ્પષ્ટ સમજાશે કે આ સર્વ કાર્યની સિદ્ધિ તે તે વસ્તુને યથાયોગ્ય કેળવી જાણવાથી અને યથાસ્થાને નિયત કરવાથી જ થઈ શકે તેમ છે. જ્યારે અસ્પષ્ટ ચૈતન્યવાળાં પાણી, અગ્નિ, વાયુ અને પશુઓને પણ તેમના સ્વભાવમાં ફેરફાર કરાવી શકાય છે. તેમની શક્તિમાં વધારે કરી શકાય છે, તે પછી સ્ત્રીઓને