________________
૨૮
મલયસંદરી ચરિત્ર સજજનો સ્વીકાર્યમાં પરાડમુખ રહી પરકાર્ય કરવામાં તેને ઉદ્યમવંત રહે છે. આ ચંદ્ર ચાંદનીથી પોતાનું કલંક પિતામાં રહેલું સાગનું લાંછન અથવા કાળાશ દૂર ન કરતાં વિશ્વને ધવલ ઉજજવળ કરે છે.
દુઃખી છને જોઈ, તેનાં દુઃખ દૂર કરવાના સંબંધમાં શાચ કરતાં સંતપુરુષને જે દુઃખ થાય છે તેટલું જ દુઃખ પિતાનાં દુઃખ દૂર કરવા માટે તેઓ પ્રયતન નથી કરતા.
અન્ય છાનું ટાઢ, તાપથી રક્ષણ કરવાને માટે પલાવું પીંજાવું, રેંટિયાથી કંતાવું અને કુર્ચાથી તાડિત થવું, વિગેરે કેટલું બધું દુઃખ આ કપાસે અંગીકાર કર્યું છે?
આ વૃક્ષો સૂર્યના તાપને સહન કરી ને છાયા આપે છે. સૂર્ય આકાશમાં પર્યટન કરવાનો ફરવાનું કામ કરે છે સમુદ્ર નાવ, જહાજ વિગેરેના ક્ષેભને સહન કરે છે કાચબો પૃથ્વીના ભારને સહન કરે છે વરસાદ વરસવાનો કલેશ સહે છે પૃથ્વી સર્ય જેને આશ્રય આપે છે શું આ સર્વને પર ઉપકાર કરવા સિવાય બીજું કાંઈપણ કારણ છે? નદીએ શું પાણી પીએ છે? 9 શું ફળ ખાય છે ? વરસાદ શું ધાન્ય ભક્ષણ કરે છે? કેવળ આ સર્વને પરિશ્રમ પરોપક ૨ માટે જ છે
+ ૦ = કાચબા ઉપર આ સર્વ પૃથ્વી રહી છે, એવી અન્ય દર્શનકોની માન્યતાને પરપકરની પુષ્ટિ સાથે ઉલેખ છે..