________________
મલયસુંદરી ચરિત્ર મરતી વખતનાં કાંઈક શુભાશુભ પરિણામથી, તથા અજ્ઞાન તપસ્યાનાં કાંઈક પુણ્યથી, મરણ પામ્યા બાદ રાક્ષસ જાતિના દેવામાં તે રાક્ષસપણે ઉત્પન્ન થયો.
તાપસના ભાવમાં થયેલ પિતાના અપમાનને યાદ કરી, રાજા અને પ્રજા ઉપર થર ધારણ કરતે તે અહી આવ્યું.
હું તેજ તપસ્વી છું કે જેને રાજાએ મારી નંખાવે. હતે. મારું બૈર હું વાળવાને છું ! આ પ્રમાણે રાજા અને પ્રજાને જણાવી, રાજાને તેણે તત્કાળ મારી નાંખ્યો અને પ્રજાને સંહાર કરવા લાગે, મરણના ભયથી ત્રાસ પામેલી પ્રજા, પિતાને જાન બચાવવા માટે જેમ નસાયું તેમ આ રાક્ષસના પંજામાંથી નાશી છુટી અને કેટલાકને તેણે મારી નાંખ્યા. આજ કારણથી ઋદ્ધિથી ભરપુર છતાં મનુષ્યથી શુન્ય આ નગરી થઈ છે.
હું પણ ભયથી નાસી જતી હતી, તેવામાં રાક્ષસે મને પકડી લીધી અને જણાવ્યું કે ભદ્ર ! તારા માટે તે આ સર્વ મારો પ્રયાસ છે. જે તે અંહીથી નાસી જઈશ તે ગમે તે સ્થળેથી પણ તને પાછી પકડી લાવીશ, માટે તારે આ રાજમહેલ મૂકી કોઈ પણ સ્થળે જવું નહિ. તેમ ભય પણ ન રાખવે. તારું રક્ષણ કરીશ અને તારી સર્વ ચિંતા પણ હું જ કરીશ.” આ પ્રમાણે જણાવી તે રાક્ષસે મને આંહી રેકી છે. દિવસે તે કઈક સ્થળે જાય છે, રાત્રીએ પાછો આવે છે, આ પ્રમાણે મારા દિવસે અહી નિર્ગમન થાય છે.