________________
પૂર્વભવ
૩૯૯ વવાં પડે છે, તો તે કર્મ બાંધતા સાવધાન રહેવું જોઈએ. જેથી દુષ્ટ વિપાકે અનુભવવા ન પડે. અજ્ઞાનપણાથી પણ જે મનુષ્ય હસતાં હસતાં કર્મ બાંધે છે તેના વિપ કે રતાં છતાં પણ છુટી શકતાં નથી. ૫ પને આવવાના માર્ગો રોકવા જોઈએ. સર્વથા રોકી ન શકાય તે પણ થોડે અંશે તે શેકવા અભ્યાસ રાખવો જોઈએ.
કરૂણારસથી પ્રેરાઈ અપકાર ઉપર પણ ઉપકારના બદલા તરીકે મુનિએ તેમને અનેક પ્રકારે હિતશિક્ષા આપી. ટુંકામાં દ્વાદશત્રત રૂપ ગૃહસ્થ ધર્મ સજા
આ દંપતિએ પણ મુનિનાં વચન ઘણું ઉપકાર સાથે સાંભળ્યા અને પાપથી મુક્ત થવા તેમજ આગામી. કાળે સુખી થવા સમ્યક્ત્વપૂર્વક પહુચ્છધર્મ રૂપ દ્વાદશત્રત તે મુનિ પાસે અંગીકાર કર્યો.
જૈનધર્મ સ્વીકારી ઠરાગ્ય રંગથી રંગીત થયેલાં -દંપતી અહારાદિ નિમિત્તે મુનિને પ્રાર્થના કરી પિતાને ઘેર આવ્યાં
મુનિ પણ કેટલાક વખતે પછી ભિક્ષાર્થે તે નગરીમાં ગયા અને ફરતાં ફરતાં તે પ્રયમિત્રને ઘેર અકસ્માત જઈ ચડયા. પિતાને જન્મ તથા વિત્તને ધનને કૃતાર્થ માનતાં દંપતી બે ઘણા હર્ષ પૂર્વક વિશુદ્ધ-નિર્દોષ આહારપાણી તે મુનિને આપે, તે લઈ મુનિ અન્ય સ્થળે ચાલ્યું ગયા.