________________
પલવસુંદરી ચરિત્ર
સિદ્ધ–જે તમારી મારા તરફ એવી લાગણી છે તે મને મારી સ્ત્રી મલયસુંદરી રાજા પાસેથી પાછી અપાવે. તે સિવાય મને બીજુ કાંઈ જોઈતું નથી. સિદ્ધના વચનથી રાણીઓએ રાજાને ઘણું સમજાવ્યો કે તેની સ્ત્રી તમે પાછી સેપે. તમારી મરજી હોય તે બીજી અનેક રૂપવાન, ગુણવાન, કન્યાઓનું પાણિગ્રહણ કરે, પણ આવા સમર્થ પુરૂષની સાથે વિરોધ નહિ કરે. ઈત્યાદિ ઘણું કહ્યું પણ પથ્થર પર પાણી રેડવાની માફક રાજાના અંતકરણમાં તેની કોઈ અસર થઈ નહિ, ઉલટો રાજા વિચાર કરતે હતો કે આ મલયસુંદરીને હવે કેવી રીતે મેળવવી?
A રાજા પિતાના કલિષ્ટ અધ્યવસાયથી પા છે ન ફર્યો કે આ બાજુ અકસ્માત અશ્વશાળામાં આગ લાગી, આગ એટલા બધા જોરથી ફેલાઈ કે તેની ભયંકર વાળાઓ આકાશ પર્યત લંબાઈ રાજાના ઘોડા તેની અંદર બળવા લાગ્યા. તે દેખી રાજાએ સિદ્ધને પ્રાર્થના કરી કે સિદ્ધ પુરૂષ ! મારે અશ્વરના આ અગ્નિમાં બળીને મરી જશે. માટે તું મારૂ ચોથું કામ કરે, તે અશ્વને અગ્નિમાંથી બહાર કઢી લાવ. અશ્વને બહાર કાઢી લાવ્યા પછી તરત જ હું તારી સ્ત્રી તેને પાછી સેંપીશ અને આજને આજ તારી ઇચછા આવે તે સ્થળે તું ચાલ્યા જજે. હવે હું