________________
આશાના કિરણ આડું વાદળ-પુત્રહરણ ૨૪ મલયસુંદરીનું મન શાંત કરવા અને વિશ્વાસ પમાડવા માટે તેને જરા પણ અપ્રીતી થાય તેવું એક પણ વચન કહેવું સાર્થવાહ બંધ કર્યું અને ઉત્તમ વસ, ભજન એ દિ જે જોઈએ તે નિરંતર આપવા લાગ્યા.
અખંડ પ્રયાણે સાર્થવાહ આગળ વધ્યો. કેટલેક દિવસે કાંઈક સ્વસ્થ થયેલી, તેમજ વિશ્વાસ પામેલી મલયસુંદરીને જઈ સાર્થવાહે તેને પૂછયું કે તમારું નામ શું છે ?
મંદસ્વરે મલયસુંદરીએ જણાવ્યું કે મારું નામ મલયસુંદરી છે. નામ સાંભળી બલસાર વિચાર કરવા લાગ્યો કે ભલે આ સ્ત્રી પોતાનું કુળાર્દિ છુપાવે, છતાં આ ઉપરથી નિર્ણય થાય છે કે કોઈ ઉત્તમ કુળમાં પેદા થયેલી સ્ત્રી છે.
તે દિવસથી અખંડ પ્રમાણે ચાલતા સાર્થો વાહે ચેડા જ દિવસમાં પિતાની નિવાસભૂમિ સાગરતિલક શહેરમાં આવી પહોંચે. શહેરમાં આવી કેઈ એક ગુપ્ત ઘરમાં જુદે જ ઠેકાણે પુત્ર સહિત મલયસુંદરીને રાખી. આ વાતની ખબર તેની વિશ્વાસુ દાસી સિવાય બીજાને ન પડવા દીધી. એક દિવસે સાર્થવાહ મલયસુંદરી પાસે આવી આ પ્રમાણે કહેવા લાગ્ય, સુંદરી તું મને તારા સ્વામી તરીકે અંગીકાર કરે અને આ મારી અખુટ લક્ષ્મીની તુજ સ્વામીની થા. તેમ કરવાથી આ જન્મપર્યત સર્વ પરિવાર સહિત હું તારો સેવક થઈને રહીશ. વળી