________________
આશાના કિરણ આડું વાદળ-પુત્રાહરણ ૨૪૧ પુત્રી નથી, પણ કોઈ કારણથી આમ કપટવાળો અસત્ય ઉત્તર આપે છે.
સાર્થવાહ-સુંદરી ! તારૂ ચંડાલપણું હું કંઈ પણ ઠેકાણે પ્રગટ નહિ કરૂ માટે મારા આવાસમાં ચાલ. ત્યાં તું તારી ઈચ્છાનુસાર વર્તન કરજે અને હું પણ તું જેમ કહીશ તે પ્રમાણે ચાલીશ.
આ પ્રમાણે બોલતે સાર્થવાહ મલયસુંદરીની નજીક આબે અને એના મેળામાં રહેલા બાળકને લઈ ચેર જેમ નિધાન લઈ ચાલ્યો જાય તેમ તે ચાલ્યા ગયે.
મલયસુંદરી અત્યારે વળી આ નવી આક્તમાં આવી પડી, તેણે વિચાર કર્યો કે આ પાપી મારૂં શીયળ ખંડન કરશે. આ તે વ્યાવ્રતટી ન્યાય થયે. એક બાજુ જઉં તે વાઘના મોઢામાં જઈ પહું, બીજી બાજુ જઉં તે નદીમાં જઈ પડું, અર્થાત્ એક તરફ શીયળખંડન બીજી બાજુ પુત્ર વિયોગ, હવે હું શું કરું ! તેને કંઈ સમજ ન પડી. છેવટે એ નિર્ણય કર્યો કે પુત્રને પાછો લાવી પાછું અહીં જ રહેવું, તેમ કરતાં પાછા પુત્ર ન મળે તે શીયળવત અવશ્ય સાચવવું. અત્યારે મારા મન ઉપર મારા સિવાય બીજા કોઈનું જેર નથી. શીયળ સાચવવું એ મારા દઢ મનનું કામ છે, ઈત્યાદિ નિર્ણય અને વિચાર કરતી મલયસુંદરી પુત્રમેહથી મેહિત થઈ તેને પાછા લેવા માટે સાર્થવાહની પાછળ દોડી.