________________
૧૯૮
મલયસુંદરી ચરિત્ર પિતાજી! તે યોગીનું કહેવું મેં કબુલ કર્યું આ લક્ષ્મી પંજહાર કઈ લઈ ન જાય માટે મેં તરત જ મુખમાં નાંખે. એટલે ગીએ જંગલમાંથી એક બુટ્ટી લાવી, મંત્રીને તેનું મને તિલક કર્યું. તેના પ્રભાવથી કાજળથી પણ શ્યામ અને દેખવા માત્રથી પ્રાણું એને ત્રાસ થાય તે હું સર્પ રૂપ થઈ મને રહેવા માટે નજીકમાં એક ગુફા બતાવી અને પિતે કોઈ કાર્ય પ્રસંગે બીજે સ્થળે ગયે. તે ગુફામાં પવનનું પાન કરતે હું રહ્યો હતા તેવામાં સર્પની શોધ કરતા કેટલાક ગારૂડીકે ત્યાં આવ્યા. તેમણે મંત્રબળથી મને થંભી લઈ ઘટમાં મૂકી ઉપાડીને યક્ષના મંદિરમાં આપની પાસે લાવી મૂકો.
આપે તે નવીન પુરૂષને દિવ્ય કરવા માઢે આદેશ આપે. તેણે પણ નિર્ભયપણે મને ઘડ માંથી ઉંચકી બહાર કાઢયે. તેને જોતાંજ મેં તેને ઓળખી લીધી, એટલે મારા મુખમાંથી હાર કાઢી મેં તેના કંઠમાં નાખ્યો પછી તે પુરૂષ સાક્ષાત્ સ્ત્રી થઈ રહી. ભય પામેલાં તમે સર્પને ધૂપ, ઉલ્લેપ અને દૂધ પાન, ઈત્યાદિ કરાવી પાછો અલં બાદિની ગુફામાં મૂગ; તે સર્વ વાત આપના જાણવામાં છે.
રાજા-પુત્ર ! તે નવીન પુરૂષ અમારા દેખતાં અકસ્માત દિવ્ય રૂપધારી સ્ત્રી કેમ થઈ ગઈ ?
મહાબળ–પિતાજી ! મધ્યરાત્રિએ રૂદન કરતી સ્ત્રીને શબ્દ સાંભળ્યા પછી તે શબ્દાનુસાર જતાં પહેલાં