________________
પ્રકાશનનો આ પ્રથમ અનુભવ હેવાથી અને પૂજય મહારાજ સાહેબને ચાતુમસ પાલીતાણા હેવાથી પુસ્તક પ્રકાશનમાં જરા વિલંબ થયેલ છે, પણ શાસન દેવની કૃપાથી આ મંગલકાર્ય પૂર્ણ થયેલ છે.
પ. પૂ. આચાર્યશ્રીજીના અનેક પુસ્તકો અપ્રાપ્ય છે જેમકે ધ્યાનદિપીકા, મહાવીર તત્વ પ્રકાશ, ૫હસ્થ ધામ નીતીમયજીવન, રાજકુમારી સુદર્શન વિગેરે આવા ઉત્તમ પુસ્તકોનું પ્રકાશન કાર્ય આ ગ્રંથમાલા કરે તે અનેક તત્વજ્ઞાસુ આત્માઓને અલ્પ મુલ્યમાં આવા પુસ્તકનું લાભ મળે,
આ પ્રકાશન કાર્ય માટે અમારા મુરબ્બી શેઠ શ્રી ચીનુભાઈ ઝવેરી (ચીમનલાલ દલાલ એન્ડ કું.) એ કાગળની તંગી હોવા છતાં ખૂબજ વ્યાજબી ભાવે કાગળ આપી પુસ્તક પ્રકાશનને જીવન અર્પયું છે તે બદલ તેમનો ઘણોજ આભાર, આ ગ્રંથમાલા માને છે.
પ્રિય વાંચક બધુઓને નમ્ર વિનંતિ સાથે જણાવવાનું કે પુસ્તક પ્રકાશનમાં જાણે અજાણે જે કાંઈ તુટી અથવા પ્રેસ દોષ હોય તે બદલ ક્ષમા.
લી. આપને વિશ્વાસ શ્રાવક બન્યુ.