SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ મલયસુંદરી ચરિત્ર મલયસુંદરી-આપને જેમ એગ્ય લાગે તેમ કરો, આ શરીર જન્મપર્યત આપને જ સોંપેલું છે. ' મહાબળ–તારૂ કહેવું બરાબર છે, પણ હવે આ માણસ નજીક આવે છે, આપણે મૌન રહેવું જોઈએ. વળી તે માણસ ગમે તે હે, પણ તારે નિર્ભય જે રહેવું. જ્યાં સુધી તું મારી પાસે છે, ત્યાં સ્વી તાર વ ળ પણ વાંકે થવા નહીં દઉં. વધારે શું કહ, તારા માથા ઉપર થઈને જતે વાયુ પણ જે તને દુઃખ આપીને જશે તે તેને પણ અટકાવે કરીશ આ પ્રમાણે કુમારીને ધીરજ આપી બંને મૌનપણે ઉભા રહયાં. એટલામાં ઉતાવળી ઉતાવળી નજીક આવતી એક સ્ત્રી તેમના જેવા માં આવી. કુમારે તેને મૃદુસ્વરે બોલાવી. શુભ ! તું કેણ છે ? અંધારી રાત્રિએ એકાકી કેમ ? તારા પર આટલે બધો ધ્રુજારે કંપારો શા માટે ? આંહી નજીકમાં કયું શહેર છે ?' ત્યાં કેણ રાજા રાજ્ય કરે છે ? અમે પરદેશી છીએ, અહીં જ રાત્રિએ રહયા છીએ, તેથી અમે આ પરદેશથી અજાણયા છીએ. મધુર સ્વરે અને મીઠા વચને કુમારે તેને આશ્વાસન આપ્યું. કુમાર ઉપર વિશ્વાસ પામેલી તે સ્ત્રીએ જણાવ્યું કે, ક્ષત્રિય કુમાર ! તમે જે પૂછ્યું તેને ઉત્તર હું તમને આપું છું.' તમે જે સ્થળે ઉભા છે, તે સ્થળ ગોળા નદીના કિનારાનું છે. આ નજીક ચદ્રાવતી પુરી છે, ત્યાં વિધવળ રાજા રાજ્ય કરે છે.
SR No.022746
Book TitleMalaysundari Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherMukti Kamalkeshar Jain Granthmala
Publication Year1974
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy