________________
૩૫૬
ખૂણામાં બે ચિતાઓ બનાવશે. વળી ક્ષીર સમુદ્રના જલ વડે પ્રભુને સ્નાન કરાવી દિવ્ય સુગન્ધિત વિલેપનેથી લેપ કરી, નવિનવખ્સ પહેરાવી, દેવતાઓથી બનાવેલ નવિન શિબિકામાં પ્રભુની કાયાને પધરાવશે. બીજા દેવે સાધુઓને પણ સ્નાન વિલેપનાદિ કરીને બીજી નવિન શિબિકાઓમાં મુકશે પ્રભુની શિબિકાને ઈન્દ્ર પોતે જ ઉઠાવશે, બીજા સાધુએની શિબિકાઓ દેવતા ઉપાડશે.
- નાચતા, ગાતા, કુલેની વૃષ્ટિ કરતા, સ્તુતિ કરતા, ઇન્દ્ર તથા દેવતાઓ પ્રભુની તથા અન્ય સાધુઓની શિબિકાએ ચિતાની પાસે જ લાવીને મુકશે. કેન્દ્ર પ્રથમ પ્રભુના શરીરને ચિતામાં પધરાવશે. બીજી ચિતાઓમાં દેવતાઓ સાધુના શરીરને મુકશે. અગ્નિકુમાર ચિતામાં અગ્નિ પ્રગટાવશે. પ્રભુની સળગતી ચિતામાં મધ, અને ઘીના ભરેલા ઘડાઓ નાખશે, કઈ દેવતાઓ અગરૂ તથા કપુરને નાખશે, સ્વામિના અસ્થિ વિગેરે બળી ગયા પછી મેઘકુમાર અગ્નિને શાંત કરશે.
- પ્રભુના દાંત ઈન્દ્ર ગ્રહણ કરશે, બીજા દેવે અસ્થિઓને અને કુશળતાની ઈચ્છાથી મનુષ્ય ચિતાની ભસ્મને ગ્રહણ કરશે. સ્વામિની ચિતાના સ્થાને જગતની લક્ષ્મીના નિવાસસ્થાનરૂપ ચૈત્ય સદશ મનહર સ્તુપની રચના કરશે. ઈન્દ્ર વાવડે મુક્તિ શિલા તલ ઉપર પ્રભુના હજાર લક્ષણે તથા એક આઠ નામનો ઉલ્લેખ કરશે. આ પ્રમાણે