SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ લેકે રસ્તામાં ભવનના ઝરૂખામાં ઊભા રહીને તે વખતની શોભાને જશે. વૃદ્ધાએ આશિર્વાદ આપશે, તે વખતે દેવતાઓના વિમાનેથી અને રાજાઓના છત્રથી ભૂમંડલ ઉપર છાયાનું સામ્રાજ્ય હશે. ભગવાન અમમસ્વામિ શતદ્વારપુરમાંથી નીકળીને અનુક્રમે સહસ્ત્રાપ્રવનમાં પધારશે, ત્યાં શિબિકામાંથી નીચે ઊતરી અશોકવૃક્ષની નીચે ઊભા રહી આંતરશત્રુ કામને મારવાને માટે કામદેવને પ્રજવલિત કરનાર શૃંગારને પિતાના હાથે જ ઊતારશે. શકેન્દ્ર પ્રભુના ખભા ઉપર શરદુ ઋતુના ચંદ્રમાસમાન નિર્મલ વિરતિલક્ષ્મીની સમાન દેવદૂષ્ય મૂકશે, મહા સુદ ચેથને દિવસે મધ્યાહ્ન સમયે પ્રભુ પંચમુષ્ટિ લેચ કરશે, ઈંદ્ર તે વખતે વાળને પિતાના વસ્ત્રમાં લેશે, તરત જ તે કેશને ક્ષીરસાગરમાં વહેવડાવશે. કારણકે મસ્તકના વાળને ક્ષીરને રોગ પ્રશસ્ત હોય છે. ઈન્દ્ર પિતાને હાથ ઊંચો ઉપાડી કોલાહલ શાંત કરશે, ઉદૂષણ કરાવશે કે “આ સમય છે.” “આ સમય છે.” છઠ્ઠને તપ કરીને પ્રભુ વિદ્ધોને નમસ્કાર કરી સર્વ સાવધ વ્યાપારના ત્યાગરૂપ ચારિત્રને ગ્રહણ કરશે. પ્રભુની સાથે હજારો રાજા પણ પ્રવજ્યા ગ્રહણ કરશે, તે વખતે ક્ષણભરના માટે નારકીના જીવને સુખાનુભવ થશે, કેમકે શ્રી તીર્થકરોને પ્રભાવ અવર્ણનીય હોય છે.
SR No.022744
Book TitleAmam Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1964
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy