SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ મન્દિરપુરમાં જઈ દિવ્ય મણિના પ્રભાવથી દેગંદક દેવની જેમ વૈભવપૂર્વક આનંદમાં રહેવા લાગ્યા, એકાએક નગરમાં કોલાહલ થયો કે કઈ દુશ્મને રાજાને છરાથી મારી નાખ્યા, તે વારે મંત્રીને કઈ એ આવી કહ્યું કે એક વિદેશી માણસ નગરમાં છે. તે જે છે તે રાજાને સ્વસ્થતા પ્રાપ્ત કરાવી શકે તેમ છે. રાજપુરૂષે તેને બેલાવવા માટે ગયા, કુમાર અપરાજિતે આવી મણિના પ્રભાવથી રાજાને સ્વસ્થ કર્યો, રાજાએ પ્રસન્નતાથી પિતાની રૂપથી રંભા સમાન પુત્રી રંભાને પરણાવી. કુમાર મંત્રીની સાથે પ્રથમની જેમજ નગર છેડીને ચાલી નીકળે, કુંડિનપુર નગરમાં કેવળીભગવંત પધાર્યા હતા, તે વાત કુમારે જાણી ને બંને જણ તે નગરના ઉદ્યાનમાં ગયા, કેવળીભગવંતને વંદન કરી દેશના સાંભળવા બેઠા. ધર્મદેશના પૂર્ણ થયા પછી કેવળીભગવંતને પૂછયું કે પ્રભુ ! હમે બંને ભવ્ય છીએ કે અભવ્ય? કેવળીભગવંતે કહ્યું કે હે વત્સ! તું ભવ્ય છે. આ ભરતક્ષેત્રમાં તું પાંચમા ભવે નેમિનાથ નામે બાવીસમા તીર્થંકર થઈશ, તારે મિત્ર વિમલબોધ પ્રથમ ગણધર થશે, બંને જણ ખુબ આનંદિત થયા, ઘણા દિવસ સુધી મુનિની ઉપાસના કરી, જ્યારે મુનીશ્વર વિહાર કરી ગયા, ત્યારે તે બંને જણે પ્રત્યેક સ્થાનમાં રહેલા જિનબિંબની યાત્રા કરવા નીકળ્યા.
SR No.022744
Book TitleAmam Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1964
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy