SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય-નિવેદન જગતના સમસ્ત જીવનું કલ્યાણ કરવાની ભાવનાવાળા ભૂત-ભવિષ્ય અને વર્તમાનકાળના સર્વ તીર્થકર ભગવંતોને નમસ્કાર થાઓ. પિતાના જન્મના ત્રીજા ભવમાં શિસ્થાનક તપનું વિધિપૂર્વક આરાધન કરીને જગતના સર્વ જીવોનું કલ્યાણ કરવાની ભાવના હૃદયમાં રાખીને તીર્થકર નામકર્મ જેઓએ ઉપાર્જન કર્યું છે. તેવા તથા તીર્થકર નામકર્મ બાંધ્યા પછી યથાયોગ્ય સમયે તે પદ ભોગવતા સમસ્ત પૃથ્વીતલ પર વિચરી, જગતના સર્વ જીવોને ઉપદેશ આપી, તેમાંના લગભગ ઘણા જીવોનું ઉત્કૃષ્ટ જીવન બનાવનાર તે તીર્થકર કહેવાય છે. જૈન શાસ્ત્રમાં ભૂતકાળમાં ઘણું તીર્થકર થઈ ગયા છે. ભાવિમાં પણ અનંત તીર્થકર થશે અને વર્તમાનમાં શ્રી સીમંધરસ્વામિ પ્રમુખ ૨૦ તીર્થ કરે છે. તે તે તીર્થકરે જગતના સમસ્ત જીવોના હૃદયના ભાવ સારી રીતે જાણે છે. અને પ્રકાશે છે. સામાન્ય રીતે ઉત્સર્પિણ અને અવસર્પિણીના છ-છ વિભાગ કરવામાં આવ્યા છે. તેમાં છ વિભાગ–આરા ચડતા કાળના અને છે વિભાગ-આરા પડતા કાળના કહ્યા છે. આવા દરેક વિભાગ–આરામાં ર૪–૨૪ તીર્થકરે જ જગતના જીવોના કલ્યાણ કરવાને તે તે સમયે જ્યારે જ્યારે તેઓ જે કાળમાં ક્યાત હોય તે તે કાળમાં પિતાનું શાસન પ્રવર્તાવે છે, અને તેમાં પ્રથમ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ-શ્રી ચતુર્વિધ શ્રી સંઘની સ્થાપના કરે છે અને તે શ્રી સંઘ કેમ આગળ વધે, આગળ વધીને શાસનની શોભા કેમ વધારે, તે તે રીતે તેઓને પોતાના સદુપદેશદ્વારા આગળ લાવે છે.
SR No.022743
Book TitleAmam Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1963
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy