SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૧ કર્યો તે વખતે તે માનવ સાથી છૂટા પડયો, અને ભયભીત મૃગની માફક મહાન જંગલમાં ભાગી છૂટયો. એટલામાં ભાગ્યના ચેાગે એક હાથી તેની પાછળ પચો, સામે એક કુવા દેખાયો, તેણે વિચાર કર્યો કે હાથી આજે મને મારી નાખશે, કુવામાં પડવાથી કદાચ ખચવાને સભવ છે. માટે કુવાનું શરણ લેવું સારૂં છે. આવે વિચાર કરી ઝડપથી તે કુવામાં પડયો. પડતાની સાથે તેના હાથમાં કુવાના કાંઠે રહેલા વડની કુવામાં પડતી એ વડવાઈ આ આવી અને ત્રિશકુની જેમ તે વડવાઇઓને પકડી કુવામાં લટકતા રહ્યો. હાથી પેાતાની શૂઢથી તે માણસના મસ્તકને પકડવા મહેનત કરતા હતા, પણ જેવી રીતે ભાગ્યહીન માણસ ધનને પ્રાપ્ત કરી શકતા નથી, તેવી રીતે હાથી પણ તેના મસ્તકને ન પકડી શકયો. તે માણસે હાથીના ભયથી કુવામાં નજર નાખી તા એક વિચિત્ર અજગરને જોયો, તે મનુષ્યને ગળી જવા માટે કુવાની જેમ મેાં ફાડીને પડચો હતા, વળી યમના ભાઈ જેવા ચાર સર્પોને જોયા, તે સર્પો પણ તેને કરડવા માટે જીભેા લાંખી કરતા હતા. તે માણસે પકડેલી વડવાઇઓને ઉપરથી સફેદ અને કાળા રગના બે ઉંદરા કાપી રહ્યા હતા, માણસને નહી પકડી શકવાથી ક્રોધિત બનેલા હાથીએ વડના થડને જોરથી હલાવવા માંડયું. વડવૃક્ષના હાલવાથી મધમાખીઓ ઝાડ ઉપરથી ઉડીને તેના શરીરને કરડવા લાગી, વડ ઉપરના મધપુડામાંથી
SR No.022743
Book TitleAmam Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1963
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy