SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૯ સુરસુંદરી ચરિત્ર પિતાના પલંગમાં સુતેલો પરપુરૂષ તેણના જોવામાં આવ્યો કે તરતજ તે ભયથી ચમકી ઉઠી, અને એકદમ પવનથી હણાયેલી સુકમલ તરૂલતાની માફક તે બહુ કંપવા લાગી; ત્યાર પછી ભયભીત હૃદય વડે તે વિચાર કરવા લાગી; તે મારા પિતાને પતિ કયાં ગયે હશે? દુઃખે કરીને પણ જેમાં પ્રવેશ અશક્ય છે એવા આ ઘરની અંદર આ અન્ય પુરૂષ કેવી રીતે આવ્યું હશે ? આ પાપીએ શું મારા પ્રાણપ્રિયને મારી નાખ્યો હશે? આ મારો તે પ્રાણપતિ જ હશે. પરંતુ મને વિપરીત ભાસ થવાથી અન્ય પુરૂષના સરખો તે લાગે છે. જરૂર આ મારે સ્વામી નથી, એ મારે નિશ્ચય સત્ય છે. આ કેઈપણ દિવ્ય અનુકરણ કરનારે અપૂર્વ વિદ્યાધર દેખાય છે. તેમજ પારકા ગૃહમાં પ્રવેશ કરીને આ પુરૂષ અત્યંત વિશ્વાસુ બની સુઈ ગયો છે. જરૂર આમાં કાંઈપણ કારણ હેવું જોઈએ. કદાચિત્ કેઈ અન્ય પુરૂષ હશે અથવા મારો સ્વામી હશે તે પણ મારે આ વખતે યથાસ્થિત આ બાબત મારી સાસુને જણાવવી જોઈએ, વળી જે આ હકીક્ત કોઈ પણ કારણને લીધે હું પિતાની સાસુને ન જણાવું તે જન્મપર્યત મારે, માથે દુસહ એવું મોટું કલંક આવી પડે.
SR No.022741
Book TitleSursundari Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year1986
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy