SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ સુરસુંદરી ચરિત્ર ર૫૫ -તળાઈ જેની અંદર બીછાવેલી છે એવા મનહર પલંગ ઉપર હું સુઈ ગઈ. દુદુભિનાદ ત્યારપછી અધરાત્રીના સમયે દુંદુભિને નાદ સાંભળી, હું જાગ્રત થઈ ચારે તરફ જેવા લાગી. આ દીવ્ય ધ્વનિ કયાં થતો હશે? આકાશ તરફ દષ્ટિ કરતાં અનેક દિવ્ય વિમાન આકાશ માર્ગે ચાલતાં મારી દષ્ટિગોચર થયાં. જેઓના તેજથી આકાશમંડળ ઝગઝગી રહ્યું છે. દેવાંગનાઓના સમુદાય સહિત અનેક દેવતાઓના સમૂહને તે વિમાનમાં જોઈ મારા હૃદયમાં વિચાર થયે. કેઈપણ ઠેકાણે આ દિવ્યવિમાને મેં પ્રથમ જેએલાં છે. તેમજ આવા દેવ તથા દેવીઓને પણ કોઈ ઠેકાણે મેં જોયાં છે. એમ વિચાર કરતાં એકદમ મને મૂછ આવી ગઈ ક્ષણવાર પછી હું મૂછથી મુક્ત થઈ એટલે મને જતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. બાદ મનુષ્ય અને દેવ સંબંધી મારા બન્ને પૂર્વભવનું મને જ્ઞાન થયું. | હે ધારિણિી તે સર્વ વૃત્તાંત યથાસ્થિત હું કહું છું, તેનું તું શ્રવણ કર.
SR No.022741
Book TitleSursundari Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year1986
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy