SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ સુરસુંદરી ચરિત્ર ૪૯ બધા સંતાપ કરો છે? ભાવિભાવ બલવાનું છે. અજાણતાં અપરાધ થયો, એમાં તમારો શ દોષ છે? હવે તમારે કઈ પણ પ્રકારની ચિંતા કરવી નહીં. આ પ્રમાણે અસાધારણ ધૈર્યવાળું ધનદેવનું વચન, વિજ્ઞાન, રૂપ અને સજજનપણું જઈ બહુ સંતુષ્ટ થઈ સુપ્રતિષ્ઠ ફરીથી પણ કહેવા લાગ્યો કે, આ એક આશ્ચર્ય જેવા જેવું છે કે, એક પુરૂષની અંદર કેટલા બધા ગુણે એક સાથે આવી રહ્યા છે ? “વદુરના વસુધરા” પૃથ્વીની અંદર ઘણાં રને રહેલાં છે, એ લોકપ્રવાદ સત્ય છે. અરે ! મારા પુરૂષાતનને ધિક્કાર છે! તેમજ મારી આ નીચ વૃત્તિને પણ વારંવાર ધિક્કાર છે!! વળી પોતાના કુળમાં કલંકરૂપ મારા આ જન્મને ધિક્કાર છે !! વળી અધિક શું કહેવું ? મારા જીવતરને પણ ધિક્કર છે? કારણ કે, લેશમાત્ર પણ ધમને હું જાણત નથી. કુકર્મમાં જ આ નશ્વર જીદગી વ્યતીત થાય છે, એટલું જ નહીં પણ આવા પુરૂષોને લુંટવામાં જ હું નિરંતર ઉદ્યક્ત થયે છું. - અતુ. જે થયું તે હવે મિથ્યા નહીં થાય. માત્ર આટલા ઉપરથી હું મારા આત્માને ધન્ય માનું છું, કારણ કે અખંડિત શરીરવાળા આ મહાનુભાવનાં મને જલદી દર્શન થયાં.
SR No.022741
Book TitleSursundari Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year1986
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy