SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ વર્ષની નાની વયમાં જ અંબાલાલ અમીઋષિ બન્યા.વિ સં. ૧૯૫૬ શ્રાવણ સુદ પંચમીને એ દિવસ હતો. ગુરુના ચરણોમાં જીવન સમર્પિત કર્યું જેનઆગમનું અધ્યયન, સિદ્ધાંત અને દર્શન–શાસ્ત્રોનું પરિશીલન કર્યું. ભદધિ તારક, જિનબિંબની અનન્ય ઉપકારિતા ઉપર દિલ એવરી ગયું. અન્તરના અનાદિના તિમિર ઉલેચી જિનેશ્વર પરમાત્માના ચરણમાં મન અને આત્માને સ્થિર કર્યા. સાંપ્રદાયિકતાને વ્યામોહ એક જ ઝાટકે ત્યજી દીધે. અનેક વિરોધો અને અવરોધોનો સિંહ સમાન બની સામનો કર્યો. વિ. સં. ૧૯૬૫ જેઠ સુદ ૧૩ દિને ગનિષ્ઠ મુનિરાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજી મ. સા. ના ચરણે અમદાવાદ આબલીપળ જન ઉપાશ્રયે સમર્પિત બન્યા. પૂ. ગુરૂદેવ શ્રીના ચરણે જિનાગમનું ગદ્વહન પૂર્વક અધ્યયન કર્યું. પ્રખર વ્યાખ્યાતા બન્યા. મેઘની ગંભીર ગર્જના સાંભળીને મયુર સમૂહ જેમ મધુર કેકારવ કરે અને નાચી ઉઠે, તેમ પ્રખર વ્યાખ્યાન મુનિવરની વૈરાગ્ય રસ ભરપૂર જિન વાણુનું શ્રવણ કરીને શ્રોતા સમૂહ સંસારના ક્ષણભંગુર ભેગે ત્યજી વૈરાગ્ય વાસિત બને છે. વિ. સં. ૧૯૭૨ માગશર સુદ ૫ દિને સાણંદ મુકામે પન્યાસપદે અલંકૃત થયા. વિદ્વાન મુનિવરે સંસ્કૃત ભાષામાં વૈરાગ્ય રસ ભરપુર ભીમસેન-ચરિત્ર, ચંદ્રરાજચરિત્ર અજિતસેન શીલવતી ચરિત્ર, તરંગવતી ચરિત્ર, કલ્પસૂત્ર સુખદધિ વૃત્તિ, શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ–
SR No.022741
Book TitleSursundari Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year1986
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy