SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૪ યોગદષ્ટિસમુચ્ચયગાથા-૧૭૦-૧૭૧ પોતાનામાં વિદ્યમાન છે તેવો અનુભવથી બોધ નથી, તેથી તેને પ્રગટ કરવા માટે બાહ્ય અનુષ્ઠાનો આદિમાં પ્રયત્ન કરે છે, અને એ રીતે જ તેઓ હિત સાધી શકે છે. આ વિષયમાં ઉપદેશ રહસ્યનો શ્લોક-૪રમો જોવો. જ્યારે સાતમી દૃષ્ટિવાળા યોગીઓ તો વિશેષથી સમતાના સુખના અનુભવવાળા હોવાથી તે પ્રકારની તત્ત્વની પ્રતિપત્તિવાળા છે અર્થાત્ “મારા આત્મામાં જ સુખ રહેલું છે” અને “જીવ માટે તે જ તત્ત્વ છે તેવી પ્રતિપત્તિયુક્ત છે. તેથી તેઓનો સર્વ યત્ન તે સુખના અર્થે ધ્યાનમાં હોય છે. વળી પ્રભાષ્ટિ રુમ્ દોષ વગર ધ્યાનમાં યત્ન કરાવનાર હોવાથી સત્યવૃત્તિપદને લાવનારી છે= અસંગઅનુષ્ઠાન પ્રાપ્ત કરાવનારી છે. ૧૭ll અવતરણિકા - શ્લોક-૧૭૦માં કહ્યું કે પ્રભાષ્ટિવાળા યોગીઓને ધ્યાનપ્રિય હોય છે અને તેમની ધ્યાનની ક્રિયામાં ગૂં દોષ હોતો નથી. તેથી તેઓને કેવા પ્રકારનું સુખ થાય ? તે બતાવવા માટે કહે છે – શ્લોક : ध्यानजं सुखमस्यां तु जितमन्मथसाधनम् । विवेकबलनिर्जातं शमसारं सदैव हि ।।१७१।। અન્વયાર્થ: ચાં તુ આમાં જ=પ્રભાષ્ટિમાં જ ધ્યાનનંધ્યાનથી પેદા થયેલું, નિત-ન્મથસાથન વિવેવત્નનિર્વાતં શમસાજં સુર્વ=જિતાયેલા શબ્દાદિ વિષયોવાળું, વિવેકના સામર્થ્યથી ઉત્પન્ન થયેલું, શમપ્રધાન સુખ સવ દિ=હંમેશાં જ છે. II૧૭૧. શ્લોકાર્ધ : પ્રભાષ્ટિમાં જ ધ્યાનથી પેદા થયેલું, જિતાયેલા શબ્દાદિ વિષયોવાળું, વિવેકના સામર્થ્યથી ઉત્પન્ન થયેલું, શમપ્રધાન સુખ હંમેશાં જ છે. ll૧૭૧] ટીકા - 'ध्यानजं सुखम्' 'अस्यां तु'=अधिकृतदृष्टावेव, किंविशिष्टमित्याह-'जितमन्मथसाधनं'= व्युदस्तशब्दादिविषयम्, एतदेव विशेष्यते 'विवेकबलनिर्जातं' ज्ञानसामोत्पन्नम्, अत एव 'शमसारं सदैव हि', विवेकस्य शमफलत्वादिति ।।१७१।। ટીકાર્ચ - ‘ધ્યાનનં સુવિમ્'... શમપત્નત્વિિત આમાં જ=અધિકૃત એવી પ્રભાષ્ટિમાં જ, ધ્યાનથી પ્રગટ થયેલું સુખ છે. ધ્યાનથી પ્રગટ થયેલું સુખ કેવા વિશેષણથી વિશિષ્ટ છે ? એથી કહે છે –
SR No.022739
Book TitleYog Drushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy