SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૦ યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૭-૧૮-૧૬૯ એ પ્રકારના ભયથી ઉદ્વિગ્ન છતો, અસંશય =નક્કી, ઊભો રહે છે, કેમ કે જલબુદ્ધિનો સમાવેશ છેeતે માર્ગમાં જલબુદ્ધિનો બોધ છે. તે પ્રકારે જ્ઞાનાદિ સ્વરૂપ મોક્ષમાર્ગમાં પણ ભોગજંબાલથી મોહિત=ભોગતા કારણીભૂત દેહાદિ સમુદાય પ્રત્યે મોહવાળો, અસંશય ઊભો રહે છે=ધર્મઅનુષ્ઠાન કરતો હોય તોપણ મોક્ષમાર્ગમાં ગમન કરતો નથી. II૧૬૮ ભાવાર્થ : જે જીવો કોઈક રીતે ધર્મ કરવા માટે પ્રવૃત્તિ કરતા હોય, આમ છતાં ભોગપદાર્થમાં સુખનું સંવેદન હોવાને કારણે ભોગસામગ્રી સુખનો ઉપાય છે તેવી જેમને બુદ્ધિ છે, તે જીવો ભોગને પરમાર્થરૂપે જુએ છે. તેથી તેઓની ધર્મપ્રવૃત્તિથી પણ ભવસમુદ્રનું ઉલ્લંઘન નથી; કેમ કે ભોગમાં પરમાર્થબુદ્ધિ હોવાથી ભવસમુદ્રના ઉલ્લંઘનના કારણભૂત નિર્લેપદશામાં ધર્મસેવનથી પણ પ્રવૃત્તિ થતી નથી. આ કથનને દૃષ્ટાંતથી બતાવે છે - કોઈ પથિક માયારૂપી પાણીમાં ‘આ ઉદક છે' એવા દઢ નિર્ણયવાળો હોય, તે મુસાફર તે સ્થાનને ઓળંગીને સામે જવાની ઇચ્છાવાળો હોય તો પણ તે માર્ગથી જતો નથી; કેમ કે “માયારૂપી પાણીમાં, આ વાસ્તવિક પાણી છે' તેવો વિપર્યાય છે. તેથી તે સ્થાનમાંથી જવા તે યત્ન કરતો નથી, પરંતુ ડૂબી જવાના ભયથી ઉદ્વિગ્ન થયેલો ત્યાં જ નક્કી ઊભો રહે છે. તે રીતે જે જીવો ભોગના કારણભૂત દેહ આદિ સમુદાયમાં મોહવાળા છે, તેઓ ધર્મની પ્રવૃત્તિ કરે તોપણ ચિત્તને નિર્લેપ કરવા અર્થે યત્ન કરી શકતા નથી, અને ચિત્ત અંશે અંશે પણ નિર્લેપ થયા વગર મોક્ષમાર્ગની પ્રવૃત્તિ થતી નથી. II૧૭-૧૮ અવતરાણિકા : શ્લોક-૧૬રમાં બતાવ્યું કે કાંતાદષ્ટિમાં નિત્યદર્શનાદિ અન્યની પ્રીતિ માટે થાય છે, અને ધારણા પરા હોય છે, તે વાત અત્યાર સુધી સ્પષ્ટ કરી. હવે કાંતાદષ્ટિમાં હિતોદયવાળી મીમાંસા હોય છે, તે બતાવવા માટે કહે છે – શ્લોક : मीमांसाभावतो नित्यं न मोहोऽस्यां यतो भवेत् । अतस्तत्त्वसमावेशात्सदैव हि हितोदय: ।।१६९।। અન્વયાર્થ: નિત્યં-નિત્ય મીમાંસમાવતો-મીમાંસાનો ભાવ હોવાને કારણે મીમાંસાનો સદ્ભાવ હોવાને કારણે યત: જે કારણથી ચાંઆ દૃષ્ટિમાં મોટો મોહ ન મ–ત હોય, અત: આથીમોહથી પ્રવૃત્તિ ન હોય આથી તત્ત્વસમાવેશત્રુતત્વનો સમાવેશ હોવાને કારણે=સર્વ પ્રવૃત્તિઓમાં સદત્તઃકરણરૂપ તત્વનો સમાવેશ હોવાને કારણે સંવ દિ=સદા જ હોય =હિતનો ઉદય છે. ૧૬૯.
SR No.022739
Book TitleYog Drushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy