SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૧૬૫-૧૬૬–૧૬૭–૧૬૮ અવિરતિઆપાદકકર્મ ઉદયમાં વિદ્યમાન હોય, અને તેના વિપાકથી અવિરતિની પ્રવૃત્તિરૂપ ભોગની પ્રવૃત્તિ કરતા હોય, ત્યારે પણ ભોગના પારમાર્થિક સ્વરૂપનો બોધ હોવાને કારણે ભોગકાળમાં ચિત્ત સંશ્લેષ પામે તેવો રાગનો પરિણામ તેઓને હોતો નથી. તેથી ભોગકાળમાં પણ ભોગ પ્રત્યે સંગ વગરનું ચિત્ત હોય છે . તેથી ભોગક્રિયા દ્વારા પણ ભોગકર્મનો નાશ કરીને પરમપદ તરફ જ તેઓ ગમન કરતા હોય છે. ૪૨૮ પાંચમી દૃષ્ટિવાળા, છઠ્ઠી દૃષ્ટિવાળા અને કેવલીની સંસારક્રિયામાં રહેલ નિર્લેપતાનો ભેદ : પાંચમી દૃષ્ટિવાળા યોગીઓને ભોગકાળમાં ભોગની અસારતાનો બોધ હોવાને કારણે ચિત્ત ભોગ પ્રત્યે સંશ્લેષવાળું નથી છતાં કંઈક સંશ્લેષ છે, તેના કરતાં પણ વિશેષ પ્રકારનું અસંશ્લેષવાળું ચિત્ત છઠ્ઠી દૃષ્ટિવાળા યોગીનું છે અર્થાત્ અલ્પ સંશ્લેષ છે. તેથી ભોગકાળમાં પણ અવિરતિઆપાદકકર્મથી ચિત્ત અધિક લેશ પણ સંશ્લેષ પામતું નથી; અને તેવા પ્રકારની સંસારની ક્રિયા કરનાર ગૃહવાસમાં રહેલા કેવલી કુર્માપુત્રને તો સર્વથા લેશ પણ સંશ્લેષ નથી; કેમ કે તેમને અવિરતિઆપાદક કર્મ નથી. II૧૬૫-૧૬૬॥ અવતરણિકા : શ્લોક-૧૬૪માં બતાવ્યું કાંતાદૃષ્ટિવાળા યોગીઓનું ચિત્ત નિત્ય શ્રુતધર્મમાં હોય છે, તેથી તેઓના ભોગો ભવના હેતુ થતા નથી અને તે વાતને દૃષ્ટાંતથી શ્લોક-૧૬૫-૧૬૬માં બતાવી. હવે વ્યતિરેકથી તે કથનને દૃઢ કરવા માટે, જેઓને ભોગો સુખના ઉપાયરૂપ દેખાય છે, તેઓ ધર્મની પ્રવૃત્તિ કરતા હોય તોપણ મોક્ષમાર્ગમાં યત્ન કરી શકતા નથી, તે બતાવવા માટે કહે છે શ્લોક ઃ भोगतत्त्वस्य तु पुनर्न भवोदधिलङ्घनम् । मायोदकदृढावेशस्तेन यातीह कः पथा ।।१६७।। स तत्रैव भयोद्विग्नो यथा तिष्ठत्यसंशयम् । मोक्षमार्गेऽपि हि तथा भोगजम्बालमोहितः । । १६८ ।। — અન્વયાર્થ : પુનઃ=વળી મોળતત્ત્વસ્વ તુ=ભોગને તત્ત્વરૂપે જોનારાનું મોધિતત્ત્વનમ્ ન=ભવસમુદ્રનું ઉલ્લંઘન નથી. માયાવતૃઢાવેશ :=માયાઉદકમાં દૃઢ આવેશવાળો, કોણ,=માયાઉદકમાં આ ઉદક છે એવા દૃઢ નિર્ણયવાળો કોણ, તેન પથા=તે માર્ગથી હ્ર=અહીં=ઇષ્ટ સ્થાને યાતિ=જાય ? ।।૧૬૭।। F=તે=માયાઉદકમાં ઉદકના દૃઢ આવેશવાળો ત્રેવ=ત્યાં જ=તે માર્ગમાં જ મોદુિન:=ભયથી ઉદ્વિગ્ન=આગળ જવાથી ડૂબી જવાના ભયથી ઉદ્વિગ્ન યથા=જે પ્રમાણે અસંશવમ્=નક્કી તિતિ= ઊભો રહે છે, તથા–તે પ્રમાણે મોશનમ્વાલમોહિત =ભોગજંબાલથી મોહિત=ભોગતા સમુદાયમાં મૂંઝાયેલો મોક્ષમાર્ગેઽપિ હ્રિ=મોક્ષમાર્ગમાં પણ આગળ જતાં અટકે છે. ।।૧૬૮।।
SR No.022739
Book TitleYog Drushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy