SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૦ યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૬૦ તેવી આશંકાનું નિવારણ કરીને ધર્મથી થતા ભોગો પણ સુંદર નથી તે બતાવે છે, તેમ જ તે પ્રમાણે સ્થિરાદષ્ટિવાળા જીવો વિચારીને ધર્મથી થતા ભોગ પ્રત્યે પણ વિમુખ ભાવ કેળવીને માત્ર મોક્ષના પારમાર્થિક સુખ માટે બદ્ધચિત્તવાળા થઈને ઉદ્યમ કરે છે, તે બતાવવા કહે છે – શ્લોક : धर्मादपि भवन भोगः प्रायोऽनर्थाय देहिनाम् । चन्दनादपि सम्भूतो दहत्येव हुताशनः ।।१६०।। અન્વયાર્થ : ઘપિ ભવન મોર=ધર્મથી પણ થતો ભોગ=ધર્મના સેવનથી બંધાયેલા પુણ્યથી પણ થતો ભોગ પ્રય=ઘણું કરીને દિનાખ્યજીવોને મનયષઅનર્થ માટે છે, વન્દનાપિકચંદનથી પણ સમૂતો હુતાશન = ઉત્પન્ન થયેલો અગ્નિ હવ=બાળે છે જ. II૧૬૦ શ્લોકાર્ચ - ધર્મના સેવનથી બંધાયેલા પુણ્યથી પણ થતો ભોગ ઘણું કરીને જીવોને અનર્થ માટે છે, ચંદનથી પણ ઉત્પન્ન થયેલો અગ્નિ બાળે છે જ. II૧૬oll ટીકા : 'धर्मादपि भवन भोगो'-देवलोकादौ, 'प्रायो' बाहुल्येन, 'अनर्थाय देहिनां' तथा प्रमादविधानात्, प्रायोग्रहणं शुद्धधर्माक्षेप्यभोगनिरासार्थं, तस्य प्रमादजीव(बीज)त्वायोगात्, अत्यन्तानवद्यतीर्थकरादिफलशुद्धेः पुण्यसिद्ध्यादावागमाभिनिवेशाद्धर्मसारचित्तोपपत्तेरिति । सामान्यतो दृष्टान्तमाह-'चन्दनादपि सम्भूतः' तथा शैत्यप्रकृतेः किमित्याह 'दहत्येव हुताशनः' तथास्वभावत्वात् । प्राय एतदेवं, न दहत्यपि कश्चित् सत्यमन्त्राभिसंस्कृताद्दाहाऽसिद्धेः, सकललोकसिद्धमेतदिति ।।१६० ।। ટીકાર્ય : પપ . સિદ્ધમેતિ || ધર્મથી પણ દેવલોકાદિમાં થતો ભોગ ધર્મના સેવનથી બંધાયેલા પુણ્યના કારણે દેવલોકાદિમાં પ્રાપ્ત થતો ભોગ, પ્રાયઃ=બહુલતાથી, જીવોને અનર્થ માટે છે; કેમ કે તે પ્રકારના પ્રમાદનું વિધાન છેeતે ભોગો ભોગના પ્રાપ્તિકાળમાં ભોગ પ્રત્યે સંશ્લેષ થાય તે પ્રકારના પ્રમાદને કરે છે. શ્લોકમાં પ્રાયઃ શબ્દનું ગ્રહણ શુદ્ધ ધર્મથી આક્ષેપ્ય ભોગના નિરાસ માટે છે શુદ્ધ ધર્મના સેવનથી પ્રાપ્ત એવા ભોગના નિરાસ માટે છે, કેમ કે તેના=શુદ્ધ ધર્મથી આક્ષિપ્ત એવા ભોગતા, પ્રમાદબીજત્વનો અયોગ છે.
SR No.022739
Book TitleYog Drushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy