SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ પ૧૪ યોગદસિમુચ્ચય/ગાથા-૨૧૫ અને સ્વઉલ્લાસ અનુસાર યમમાં કંઈક યત્ન કરાવે તેવા પ્રકારના વિવિધ પરિણામને ધારણ કરનારી મેષ રૂછા=યમો વિષયક ઇચ્છા, ફુદ અહીંથમચક્રમાં ચાર પ્રકારના યમમાં પ્રથમ યમ વ તુ=પ્રથમ યમ જ નવસેવા-જાણવી. ર૧પણા શ્લોકાર્ધ : યમવાળા યોગીની કથા સાંભળવામાં પ્રીતિથી યુક્ત, અને વિધિપૂર્વક કરનારા પ્રત્યે બહુમાન અને સ્વઉલ્લાસ અનુસાર યમમાં કંઈક યત્ન કરાવે તેવા પ્રકારના વિવિધ પરિણામને ધારણ કરનારી, યમોવિષયક ઈચ્છા ચાર પ્રકારના યમમાં પ્રથમ યમ જ જાણવી. (૨૧૫ll ટીકા - 'तद्वत्कथाप्रीतियुता' यमवत्कथाप्रीतियुता, 'तथा' 'विपरिणामिनी'-तद्भावस्थिरत्वेन, ‘यमेषु' उक्तलक्षणेषु 'इच्छा अवसेया' 'इह' यमचक्रे, इयं च 'प्रथमो यम एव तु' अनन्तरोदितलक्षणेच्छेवेच्छायम રૂતિ વૃત્વા સારા ટીકાર્ય : ‘તzથાપ્રીતિપુરા' રૂતિ વૃત્વ ID તદ્દાનની કથામાં પ્રીતિથી યુક્ત થવાનની કથા સાંભળવામાં પ્રીતિથી યુક્ત, અને તર્ભાવસ્થિરપણું હોવાને કારણે યમ પ્રત્યેનો પ્રીતિનો ભાવ સ્થિર હોવાને કારણે, વિપરિણામિની=વિવિધ પ્રકારના પરિણામવાળી, ઉક્ત સ્વરૂપવાળા યમોમાં=શ્લોક-૨૧૪માં કહેવાયેલા અહિંસાદિ પાંચ ભેજવાળા યમોમાં, ઈચ્છા જાણવી=ઈચ્છાયમરૂપે જાણવી, અને અનંતર ઉદિત સ્વરૂપવાળી ઇચ્છા જ ઈચ્છાયમ છે, એથી કરીને આ ઈચ્છા, અહીં મચક્રમાં, પ્રથમ યમ જ છે. ૨૧૫ ભાવાર્થ: જે યોગીને ઇચ્છાયમ પ્રગટ્યો હોય તે યોગીને યમ સેવનારા યોગીઓની કથા સાંભળવામાં પ્રીતિ ઉત્પન્ન થાય છે અર્થાત્ તેઓએ કઈ રીતે યમ સેવ્યો ? કે જે યમના સેવનના બળથી તેઓ આ સંસારસાગરથી તરી ગયા ? આવું યમનું સ્વરૂપ સાંભળીને તેઓના સેવાયેલા યમના પરમાર્થને જાણવાના આશયથી યમના સેવનારાની કથા પ્રીતિપૂર્વક સાંભળે છે. વળી યમ સેવવાના વિષયમાં વિવિધ પરિણામવાળી ઇચ્છા તેમને થાય છે અર્થાત્ વિધિપૂર્વક યમ સેવન કરનારા પ્રત્યે બહુમાન આદિ ભાવ હોય છે, અને હું પણ વિધિપૂર્વક કરું, તેવા પ્રકારના અભિલાષથી યમ સેવવાનો કંઈક યત્ન થાય તેવા પ્રકારના પરિણામવાળી ઇચ્છા થાય છે, અને આવો પરિણામ થવાનું કારણ સમ્યગું યમ નિષ્પન્ન કરવાનો ભાવ ઇચ્છાયમવાળા યોગીમાં સ્થિર હોય છે, અને આવું ઇચ્છાપૂર્વકનું યમવિષયક અનુષ્ઠાન ચાર પ્રકારના યમમાં પ્રથમ યમ છે. ર૧પ
SR No.022739
Book TitleYog Drushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy