SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદષ્ટિસમુચ્ચય/સંકલના ‘યોગદૃષ્ટિસમુચ્ચય' ગ્રંથ ભાગ-૩ ના પદાર્થોની સંકલના (૫) સ્થિરાદષ્ટિ : સ્થિરાદષ્ટિમાં પ્રત્યાહાર નામનું યોગાંગ હોય છે અને ભ્રાન્તિ નામનો દોષ હોતો નથી. તેથી યોગમાર્ગની પ્રવૃત્તિ અભ્રાન્ત અને અતિચાર રહિત થાય છે. બોધ નામનો ગુણ પ્રગટે છે, તેથી યોગમાર્ગની પ્રવૃત્તિ સૂક્ષ્મબોધથી યુક્ત હોય છે. આ શ્લોક-૧૫૪માં બતાવેલ છે. સ્થિરાદષ્ટિવાળા યોગીઓને સૂક્ષ્મબોધ હોવાને કારણે ભવચેષ્ટા કેવી દેખાય છે, તે શ્લોક-૧૫૫૧પડમાં બતાવેલ છે. વળી, સ્થિરાદષ્ટિવાળા યોગીઓને આત્માના પારમાર્થિક સ્વરૂપનો સ્પષ્ટ બોધ હોય છે, તે શ્લોક૧૫૭માં બતાવેલ છે. વિવેકવાળા, ધીર, પ્રત્યાહારપર, ધર્મબાધાના પરિત્યાગવાળા એવા સ્થિરાદષ્ટિવાળા યોગીઓ ભોગનું સ્વરૂપ કઈ રીતે વિચારે છે, તે શ્લોક-૧૫૮ થી ૧૬૧ સુધી બતાવેલ છે. આ પાંચમી સ્થિરાદૃષ્ટિમાં રહેલા યોગીઓમાં કયા કયા ગુણો હોય છે, તેના વિષયમાં અન્ય દર્શનકારોનો મત શ્લોક-૧૬રની અવતરણિકામાં બતાવેલ છે. (૬) કાન્તાદૃષ્ટિ : કાન્તાદૃષ્ટિમાં ધારણા નામનું યોગાંગ હોય છે, અન્યમુદ્ નામનો ક્રિયાનો દોષ જાય છે અને નિત્ય હિતોદયવાળી તત્ત્વમિમાંસા હોય છે, અને નિત્યદર્શનાદિ અન્યની પ્રીતિના કારણે બને છે, તે શ્લોક૧૯રમાં બતાવેલ છે. કાન્તાદૃષ્ટિવાળા લોગીઓનાં નિત્યદર્શનાદિ અન્યની પ્રીતિ માટે કેમ થાય છે, તેનું સ્પષ્ટીકરણ શ્લોક૧૯૩માં કરેલ છે. કાન્તાદૃષ્ટિવાળા યોગીઓનું ચિત્ત હમેશાં શ્રુતમાં હોય છે. ભોગાદિની પ્રવૃત્તિ હોય તોપણ કાયાથી હોય છે, અને આક્ષેપક જ્ઞાનને કારણે ભોગો પણ સંસારના હેતુ થતા નથી, તે કથન શ્લોક-૧૬૪ થી ૧૯૬ સુધી બતાવેલ છે. વળી, જે જીવોને ભોગ પરમાર્થરૂપે દેખાય છે અર્થાત્ સુખના હેતુરૂપે દેખાય છે, તેઓ યોગમાર્ગની પ્રવૃત્તિ કરતા હોય તોપણ ભોગના કારણભૂત દેહાદિના પ્રપંચથી મોહ પામેલા હોવાથી યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરી શકતા નથી, તે શ્લોક-૧૬૭ થી ૧૬૮માં બતાવેલ છે.
SR No.022739
Book TitleYog Drushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy