SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૬ યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૧૯૯-૨૦૦૦ શબ્દમાત્ર જ છે; કેમ કે અર્થનો અયોગ છે=સંસારી અવસ્થા અને મુક્ત અવસ્થારૂપ બે શબ્દોના અર્થનો આત્મામાં અયોગ છે. અવસ્થાદ્વયના અભાવમાં સંસારી અને મુક્ત એ કથન નિરર્થક છે એની સમાપ્તિમાં "ત્તિ શબ્દ છે. પૂર્વના કથનથી શું ફલિત થાય છે ? તે બતાવા માટે શ્લોકના ઉત્તરાર્ધથી કહે છે – ત તે કારણથી અવસ્થાના અભાવમાં સંસારી અને મુક્તની કલ્પના નિરર્થક છે તે કારણથી, આનો=આત્માનો, તદત્તરવડે તદત્તર અપનયન સ્વરૂપ તથાસ્વભાવઉપમર્દ તદત્તર વડે અર્થાત્ સંસારી અવસ્થાથી અન્ય એવી મુક્ત અવસ્થા વડે તદત્તર અપનયન સ્વરૂપ અર્થાત્ મુક્ત અવસ્થાથી અન્ય એવી સંસારી અવસ્થાના અપનયન સ્વરૂપ તથાસ્વભાવ ઉપમદ અર્થાત્ સંસારી અવસ્થારૂપ સ્વભાવનો તાશ, નીતિથી=ન્યાયથી યુક્તિથી, તાત્વિક=પારમાર્થિક, સ્વીકારવો જોઈએ. તિ' શબ્દ ટીકાની સમાપ્તિમાં છે. ૧૯૯ મૂળ શ્લોકમાં સ્થપાવાપમë: શબ્દ છે, તે શબ્દનો અર્થ સ્પષ્ટ કરવા માટે ટીકામાં તથાસ્વમવીપમવંદ કરેલ છે. તેનો અર્થ એ થાય કે આત્માનો તેવા પ્રકારનો સ્વભાવ સંસારમાં હતો તેવા પ્રકારનો સ્વભાવ, નાશ થાય છે, તે તાવિક છે. ભાવાર્થ : શ્લોક-૧૯૮માં ઉત્તરાર્ધમાં કહ્યું કે એકાંત એકસ્વભાવવાળા આત્માની બે અવસ્થાનો ક્યારેય યોગ થાય નહિ. તેનાથી શું ફલિત થાય તે પ્રસ્તુત શ્લોકના પૂર્વાર્ધમાં બતાવે છે – આત્માની અવસ્થાયનો અભાવ હોય તો તિર્યચઆદિગતિવાળો સંસારી, અને સાધના કરીને ભવપ્રપંચનો ઉપરમ થવાથી મુક્ત, એ પ્રકારનું કથન શબ્દમાત્રરૂ૫ જ રહે છે, કેમ કે એકાંત એક સ્વભાવવાળા આત્માને તે બે અવસ્થાનો યોગ નથી. તેથી સંસારી જીવો સાધના કરીને મુક્ત થાય છે, એ વચન ખાલી બોલવા પૂરતું સિદ્ધ થાય. માટે આત્માને એકાંત નિત્ય સ્વીકારી શકાય નહિ. આ રીતે શ્લોકના પૂર્વાર્ધનું કથન કર્યા પછી તેનાથી શું સ્વીકારવું ઉચિત છે, તે બતાવે છે – યુક્તિથી આત્માના તે પ્રકારના સ્વભાવનું ઉપમદન તાત્ત્વિક સ્વીકારવું જોઈએ અર્થાત્ આત્મા સંસારી અવસ્થામાં જે પ્રકારના સ્વભાવવાળો છે, તે પ્રકારના સ્વભાવનું ઉપમર્દન, સાધના કરીને આત્મા મુક્ત થાય છે તે વખતે પારમાર્થિક થાય છે. આથી આત્મા સંસારી સ્વભાવનો નાશ કરીને મુક્ત અવસ્થાને પામે છે, એ અર્થ સિદ્ધ થાય. ll૧૯૯તા અવતરણિકા : શ્લોક-૧૯૯તા ઉત્તરાર્ધમાં સ્થાપન કર્યું કે આત્માના સ્વભાવનું ઉપમર્દન તાત્વિક સ્વીકારવું જોઈએ, અને તે સ્વીકારવાથી શું સિદ્ધ થાય છે ? તે બતાવે છે –
SR No.022739
Book TitleYog Drushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy