SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૧૪-૧૫ ૬૩ માટે સ્થિરાદિદ્રષ્ટિવાળા કોઈપણ સમ્યગ્દષ્ટિનો બોધ ઓઘદૃષ્ટિવાળો નથી, જ્યારે પારલૌકિક પ્રમેયમાં સ્થિરાદિદ્દષ્ટિની પૂર્વના યોગીઓમાં મિત્રાદિદ્રષ્ટિને કારણે જેમ યોગદૃષ્ટિ છે, તેમ મિથ્યાત્વને કારણે ઓઘદૃષ્ટિ પણ હોવાને કારણે મતભેદો પણ છે; અને સ્થિરાદિ દષ્ટિવાળા જીવોમાં સંપૂર્ણ રુચિ સર્વજ્ઞના વચનાનુસા૨ હોવાથી પારલૌકિક પ્રમેયમાં મતભેદ હોતો નથી. મિત્રાદિ ચાર દૃષ્ટિવાળા જીવો આ ઓધદૃષ્ટિના કા૨ણે કંઈક વિપર્યાસવાળા હોય છે, તોપણ સામગ્રી મળતાં તેમનો વિપર્યાસ નિવર્તન પામે તેવો હોય છે, માટે તેઓમાં રહેલી ઓઘદૃષ્ટિ અતિદૃઢ નથી; જ્યારે મિત્રાદિદ્દષ્ટિ વગરના સ્વસ્વદર્શનના આગ્રહી એવા ઓધદષ્ટિવાળા જીવોનો વિપર્યાસ અનિવર્તનીય હોય છે, તેથી તેઓમાં વર્તતું ભવાભિનંદીપણું દૃઢ હોય છે. વળી, જે સમ્યગ્દષ્ટિ જીવો વિશદ બોધવાળા છે, તેઓની પ્રવૃત્તિ પરના ઉપકાર માટે હોય છે; વળી શુદ્ધ બોધ હોવાને કારણે=નયસાપેક્ષ બોધ હોવાને કારણે, આગ્રહ વગરના છે, મૈત્રી આદિ ભાવોવાળા છે અને ભગવાનના વચનથી ભાવિત મતિવાળા હોવાને કારણે ગંભીર, ઉદાર આશયવાળા છે, તેથી યોગ્ય જીવોને સન્માર્ગની પ્રાપ્તિ થાય તેવો યત્ન કરે છે. જેમ કોઈ સ્ત્રીનો પતિ તેની સખી દ્વારા અપાયેલ જડીબુટ્ટીથી બળદ બની ગયો. તેની પત્ની તેને ચારો ચરાવતી હતી. તે વખતે આકાશમાંથી જતા વિદ્યાધરના વચનથી આ વૃક્ષની નીચે સંજીવની છે તેમ જાણીને, સંજીવનીની ઓળખ ન હોવાથી તેની પત્ની સંજીવની ઔષધિ પણ સાથે આવી જાય તે રીતે સર્વ ચારો ચરાવે છે, તેથી તે બળદ મટી માણસ થાય છે. તેમ જે લોકો યોગમાર્ગમાં આવેલા છે, પણ સંજીવનીરૂપ ભગવાનના શાસનને પામ્યા નથી, તેવા જીવોને ‘સર્વાન લેવાન્ નમસ્કૃતિ' એ વચનને અવલંબીને સર્વ દેવોને નમસ્કાર કરતા કરીને ભગવાનના શાસનની પ્રાપ્તિ થાય તેવો યત્ન આ વિશદ બોધવાળા સમ્યગ્દષ્ટિ જીવો કરે છે. જેમ પત્નીએ પતિબળદને ચારા સાથે સંજીવની પ્રાપ્ત થાય તેમ ચારો ચરાવ્યો, તેથી તેનો પતિ બળદભાવને છોડીને પુરુષભાવને પામ્યો, તેમ આવા જીવોને બધા દેવોને નમસ્કાર કરતા કરવાથી તેઓ સર્વ દર્શનોમાં જતા થઈને તે તે દર્શનોના તત્ત્વોને જાણવા માટે યત્ન કરતા થાય છે. તેથી આવા જીવો યોગ્ય હોવાથી અને ગુણના પક્ષપાતવાળા હોવાથી અન્ય દર્શન કરતાં ભગવાનનું દર્શન વિશેષ છે તેવું જાણીને, અન્ય દર્શનને છોડીને જ્યારે સ્વયં ભગવાનના શાસનને સ્વીકારે છે, ત્યારે અન્ય દર્શનના પક્ષપાતરૂપ બળદભાવને છોડીને ભગવાનના દર્શનના પક્ષપાતરૂપ પુરુષભાવને પ્રાપ્ત કરે છે. I૧૪॥ અવતરણિકા : प्रकृतं प्रस्तुमः प्रकृता च मित्रादिभेदभिन्ना योगदृष्टिः, इयं चेत्थमष्टधेति निदर्शनमात्रमधिकृत्याह - અવતરણિકાર્ય : પ્રકૃતને પ્રસ્તુત કરીએ છીએ=શરૂ કરીએ છીએ, અને પ્રકૃત મિત્રાદિ ભેદથી ભિન્ન=મિત્રાદિ ભેદવાળી યોગદૃષ્ટિ છે, અને આયોગદૃષ્ટિ, આ રીતે=મિત્રાદિ ભેદવાળી છે એ રીતે, આઠ પ્રકારની છે, એ પ્રકારે નિદર્શનમાત્રને આશ્રયીને દૃષ્ટાંતમાત્રને આશ્રયીને, ગ્રંથકાર કહે છે
SR No.022737
Book TitleYog Drushti Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy