SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ . યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૧ અત્યંત પરતંત્ર રહેનારા યોગીઓ કરી શકે છે, અને સામર્થ્યયોગનો નમસ્કાર તો ક્ષપકશ્રેણીમાં પ્રગટ થાય છે. તેથી આ બન્ને પ્રકા૨ના નમસ્કાર કરવાનું ગ્રંથકારમાં સામર્થ્ય નથી, તેથી પોતે તે બે નમસ્કાર કરવા માટે અનધિકારી છે. તે બેમાંથી કોઈ નમસ્કાર પોતે કરી શકે તેમ ન હોવા છતાં તેનો વ્યવચ્છેદ ન કરે તો મૃષાવાદ દોષ લાગે. તેથી પોતે જે પ્રકારનો નમસ્કા૨ ક૨વા સમર્થ છે, તે પ્રકારનો નમસ્કાર પ્રકરણના આરંભમાં કરે છે, અને જેનું સામર્થ્ય નથી તેનો નિષેધ બતાવીને પોતે મૃષાવાદ કરતા નથી તેમ બતાવે છે; અને તેમ બતાવીને ગ્રંથકારને એ બતાવવું છે કે આરાધક જીવે સર્વત્ર ઉચિત આરંભથી પ્રવૃત્તિ કરવી જોઈએ. જેમ ગ્રંથકારે પણ પોતાનું ઇચ્છાયોગનું સામર્થ્ય હતું તેથી ઇચ્છાયોગથી નમસ્કાર કર્યો, તેથી જેની પાસે જે પ્રકારનું સામર્થ્ય હોય તે પ્રકારની ઉચિત પ્રવૃત્તિ કરવી જોઈએ; પરંતુ જે પ્રકારની પ્રવૃત્તિ પોતે ન કરી શકતા હોય તેવી પ્રવૃત્તિ ‘હું કરું છું’ તેમ બતાવીને મૃષાવાદ કરવો જોઈએ નહિ. અહીં ગ્રંથકારે શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગના વ્યવચ્છેદ માટે ‘ઇચ્છાયોગથી નમસ્કાર કરીને હું કહું છું’ એમ કહ્યુ. ત્યાં જિજ્ઞાસા થાય કે ઇચ્છાયોગાદિ ત્રણ યોગોનું સ્વરૂપ શું છે ? તેથી ટીકાકાર સ્પષ્ટ કરે છે કે આ ત્રણે યોગોનું સ્વરૂપ હવે પછી કહીશું. ઉત્થાન : પૂર્વમાં ‘ફચ્છાયોાત: વીર નત્વ' સુધીનો અવયવાર્થ બતાવ્યો. હવે આગળનો અવયવાર્થ બતાવતાં કહે છે ટીકા ઃ किंविशिष्टं वीरमित्याह-जिनोत्तमं इति वस्तुविशेषणम्, इह रागादिजेतृत्वात्सर्व एव विशिष्ट श्रुतधरादयो जिना उच्यन्ते, તથા-श्रुतजिना:, अवधिजिना:, मनःपर्यायज्ञानजिनाः, केवलिजिनाश्च तेषामुत्तम: केवलित्वात्तीर्थंकरत्वाच्च, अनेन भगवतस्तथाभव्यत्वाक्षिप्तवरबोधिलाभगर्भार्हद्वात्सल्योपात्तानुत्तरपुण्यस्वरूपतीर्थकरनामकर्मविपाकफलरूपां परंपरार्थसम्पादनीं कर्मकायावस्थामाह । ટીકાર્ય :किंविशिष्टं ર્માયાવસ્થામાદ । કેવા વિશિષ્ટ એવા વીરને નમસ્કાર કરીને કહે છે ? તો કહે છે - ‘જિનોત્તમ.' આ ‘જિનોત્તમ' શબ્દ વસ્તુનું વિશેષણ છે=વીરરૂપ વસ્તુનું વિશેષણ છે. હવે ‘જિનોત્તમ’ શબ્દનો અર્થ કરે છે અહીં=સંસારમાં, રાગાદિને જીતનાર હોવાથી બધા જ વિશિષ્ટ શ્રુતધરાદિ જિનો કહેવાય છે. તે આ પ્રમાણે : શ્રુતજિત, અવધિજિત, મન:પર્યાયજિત અને કેવલીજિત, તે આ રીતે જિન શબ્દનો અર્થ બતાવ્યો અને તે જિન કોણ છે, તેના ભેદો બતાવ્યા. હવે ભગવાન જિનોમાં ઉત્તમ કેમ છે ? તે બતાવવા કહે છે : તેઓમાં=પૂર્વમાં બતાવેલા ચાર પ્રકારના જિનોમાં, ઉત્તમ તે જિનોત્તમ છે; કેમ કે કેવલીપણું છે અને સાથે તીર્થંકરપણું છે. આના દ્વારા=વીર ભગવાનના ‘જિનોત્તમ' વિશેષણ દ્વારા, ભગવાનના
SR No.022737
Book TitleYog Drushti Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy