SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદષ્ટિસમુચ્ચય/ગાથા-૪૯ ૧૭૭ ટીકા - 'सुखासनसमायुक्तम्' इति स्थिरसुखासनवत् ‘बलायां' दृष्टौ 'दर्शन' प्रागुक्तं 'दृढ' काष्ठाग्निकणोपममिति कृत्वा, ‘परा च तत्त्वशुश्रूषा' जिज्ञासासम्भवेति, 'न क्षेपो योगगोचरः' तदनुद्वेगज इति વૃત્વ ૪. ટીકાર્ય : સુવાસનસમા ... કૃત્વા IIબલાદષ્ટિમાં સુખાસનસમાયુક્ત સ્થિર સુખાસનવાળું, પૂર્વમાં કહેલ અર્થાત્ શ્લોક-૧૭ માં કહેલ લક્ષણવાળું દર્શન, કાષ્ઠઅગ્નિકણની ઉપમાવાળું છે એથી કરીને દઢ છે, અને જિજ્ઞાસાથી થનારી છે “તિ'=એથી તત્ત્વશુશ્રષા પરા છે. તદનુઢેગથી ઉત્પન્ન થયેલો યોગની પ્રવૃત્તિના અનુગથી ઉત્પન્ન થયેલો, યોગનો યત્ન છે, એથી કરીને યોગવિષયક ક્ષેપ નથી. ૪૯II ભાવાર્થ : પહેલી દૃષ્ટિમાં બોધ મંદ હોય છે, જે યોગમાર્ગના પ્રારંભિક બોધરૂપ છે, જેથી પહેલી દૃષ્ટિવાળા જીવોને બાહ્ય આચરણામાત્રમાં જ આત્મકલ્યાણની બુદ્ધિ થાય છે. બીજી દૃષ્ટિમાં કંઈક સ્પષ્ટ બોધ થાય છે, અને તેને કારણે શૌચ, સંતોષ આદિ ભાવો તરફ બીજી દૃષ્ટિવાળાનો યત્ન થાય છે, જેમાં આચરણા કરતાં પરિણામ તરફ કંઈક યત્ન દેખાય છે. ત્રીજી દૃષ્ટિમાં તેમાં કંઈક અતિશયતા આવે છે, તેથી ત્રીજી દૃષ્ટિવાળા જીવોને સ્થિરસુખાસન નામનું ત્રીજું યોગાંગ પ્રગટ થાય છે. આ સ્થિરસુખાસનનું સ્વરૂપ ગ્રંથકાર સ્વયં આગળના શ્લોકમાં બતાવે છે. વળી ત્રીજી દૃષ્ટિમાં દર્શન કાષ્ઠઅગ્નિકણની ઉપમાવાળું હોવાથી કંઈક દૃઢ છે અર્થાત્ પહેલી બે દૃષ્ટિ કરતાં દીર્ઘકાળ ટકે એવું અને કંઈક વીર્યવાળું છે. આથી શ્લોક-૧૫ની ટીકામાં કહેલ કે “ત્રીજી દૃષ્ટિનો બોધ કંઈક ટકે એવો હોય છે અને કંઈક વીર્યવાળો હોય છે, તેના કારણે સ્મૃતિ પણ પટુ હોય છે. તેથી જે અનુષ્ઠાન કરે છે, તેમાં અર્થપ્રયોગમાત્રમાં પ્રીતિ વર્તે છે. માટે ત્રીજી દૃષ્ટિવાળા જીવોનું દર્શન કંઈક કાળ ટકી શકે તેવું હોય છે, તેથી તેઓના અનુષ્ઠાનમાં લક્ષ્યને અનુકૂળ એવો યત્નલેશ હોય છે.” વળી પહેલી બે દૃષ્ટિ કરતાં બોધ અધિક હોવાને કારણે બીજી દૃષ્ટિમાં ઉત્પન્ન થયેલી જિજ્ઞાસા ઉત્તરભાવી તત્ત્વશુશ્રુષાઋતત્ત્વને સાંભળવાની ઇચ્છા, પરાકોટીની હોય છે. . આશય એ છે કે બીજી દૃષ્ટિમાં સામાન્ય બોધને કારણે વિશેષની જિજ્ઞાસા થાય છે, અને તે જિજ્ઞાસાના બળથી કંઈક અધિક બોધ થાય છે ત્યારે જીવને તત્ત્વશુશ્રુષા ગુણ પ્રગટે છે, અને આ તત્ત્વશુશ્રુષા તત્ત્વની પ્રાપ્તિ માટે કેવો યત્ન કરાવે છે તે ગ્રંથકાર સ્વયં આગળ કહેવાના છે. વળી જેમ બીજી દૃષ્ટિમાં કષ્ટસાધ્યતાજ્ઞાનજન્ય આળસરૂપ ઉગદોષ જવાને કારણે બીજી દૃષ્ટિવાળા યોગીઓ કષ્ટસાધ્ય અનુષ્ઠાનમાં પણ શક્તિ અનુસાર યત્ન કરે છે, તેના કરતાં ત્રીજી દૃષ્ટિમાં બોધ અધિક
SR No.022737
Book TitleYog Drushti Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy