SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૧ યોગદષ્ટિસમુચ્ચયગાથા-૨૫ વીર્યશક્તિ શિથિલ થાય છે, અને યોગબીજના ગ્રહણકાળમાં વીતરાગભાવને અભિમુખ તેની જ્ઞાનશક્તિ અને વીર્યશક્તિ વર્તે છે. તેથી યોગબીજગ્રહણકાળનું ચિત્ત ભવશક્તિને અતિશય શિથિલ કરનાર છે. ૩. પ્રકૃતિની પ્રથમ વિપ્રિયંક્ષા - સાંખ્યદર્શન પ્રમાણે પુરુષ અને પ્રકૃતિ બે પદાર્થો છે, અને જૈનદર્શન પુરુષને સ્થાને આત્માને ગ્રહણ કરે છે તથા પ્રકૃતિના સ્થાને કર્મને ગ્રહણ કરે છે. અન્ય દર્શનના યોગાચાર્યો યોગબીજના ચિત્તને બતાવતાં કહે છે કે પુરુષે પ્રકૃતિને અત્યાર સુધી પ્રિયરૂપે જોઈ છે, અને તેથી આ ભવપ્રપંચ ચાલે છે. જીવ યોગની પહેલી ભૂમિકામાં આવે છે અને યોગબીજ ગ્રહણ કરે છે, ત્યારે પ્રકૃતિને પ્રથમ અનિષ્ટરૂપે જોનારો થાય છે અર્થાત્ તે જીવને પ્રકૃતિથી ઉત્પન્ન થયેલો આ સંસાર અસાર દેખાય છે, અને પ્રકૃતિરહિત એવો શુદ્ધ આત્મા સાર દેખાય છે. ૪. તદાકૂતકારિણી ઉર્જાસમ્ - પ્રકૃતિના આશયને કરનારી એવી સંસારની પ્રવૃત્તિઓના નાશરૂપ એવું આ યોગબીજચિત્ત છે. આશય એ છે કે સંસારવર્તી જીવો તેમને કર્મના ઉદયથી જે જે ભાવો થાય છે તે તે પ્રમાણે પ્રવૃત્તિ કરનારા હોય છે; પરંતુ જ્યારે યોગબીજનું ચિત્ત વર્તે છે, તે ચિત્ત કર્મપ્રકૃતિથી થયેલા પરિણામથી વિપરીત રીતે પ્રવર્તે છે, તેથી કર્મના પરિણામથી થતી પ્રવૃત્તિનો નાશ થાય છે, જે યોગબીજરૂપ ચિત્ત છે. ૫. આગમઉપાયનચેત :- વળી આ યોગબીજચિત્ત આગમને અનુસરનારું થાય છે. આશય એ છે કે આગમ, જીવને સંસારના ભાવોથી પર લઈ જવાની દિશા બતાવનાર છે, અને પહેલી દૃષ્ટિમાં રહેલા યોગીનું જિનકુશલચિત્તાદિ યોગબીજ થાય છે ત્યારે, સંસારથી પર લઈ જનારા એવા આગમના વચનને અનુસરનારું ચિત્ત હોય છે. ૬. તદ્ ઉચિત ચિંતાસમાવેશકૃત્:- આગમના બોધને પ્રાપ્ત કરવા માટે ઉચિત ચિંતાના સમાવેશને કરનાર એવું=સ્થાન આપનાર એવું, આ યોગબીજચિત્ત છે. આશય એ છે કે યોગબીજચિત્ત વીતરાગભાવ પ્રત્યે બહુમાનવાળું હોય છે. તેથી વીતરાગના વચનને અનુકૂળ એવી ઉચિત વિચારણા તેની વિચારધારામાં સ્થાન પામે છે, અને આથી શક્તિ પ્રમાણે યોગમાર્ગનો વિશેષ વિશેષ બોધ કરવા તે યત્ન કરે છે. માટે કહ્યું કે આગમને જાણવાની ઉચિત ચિંતાનો સમાવેશ કરનારું આ યોગબીજચિત્ત છે. ૭. ગ્રંથિપર્વત પરમવજ - આગ્રહરૂપ જે ગ્રંથિ તેને ભેદવા માટે યોગબીજચિત્ત પરમવજ જેવું છે. આશય એ છે કે અત્યાર સુધી જીવ અતત્ત્વના આગ્રહવાળો હતો અને તેનાથી સંસારનું પરિભ્રમણ ચાલતું હતું. આ યોગબીજચિત્ત અતત્ત્વના આગ્રહને નાશ કરે તેવું છે. તેથી અતત્ત્વના આગ્રહરૂપ જે ગ્રંથિ, તે રૂપ જે પર્વત, તેને ભેદવામાં પરમવજ જેવું આ યોગબીજચિત્ત છે. ૮. નિયમથી તભેદકારી- આ યોગબીજચિત્ત અસહરૂપ ગ્રંથિના ભેદને કરનારું છે. આથી યોગની પહેલી દૃષ્ટિમાં આવેલો જીવ નક્કી ગ્રંથિભેદ કરીને સમ્યકત્વ પામશે; પરંતુ જેને યોગબીજચિત્ત પ્રગટ થયું નથી તે ગ્રંથિભેદ કરશે તેવો નિયમ નથી. આથી અચરમાવર્તમાં અસંશુદ્ધ એવા જિનકુશલચિત્તાદિવાળા
SR No.022737
Book TitleYog Drushti Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy