SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૨૫ ૧૧૯ સમાવેશને કરનાર છે, (૭) ગ્રંથિરૂપી પર્વતને ભેદવામાં પરમ વજ્ર સમાન છે, (૮) નિયમથી તેના અર્થાત્ ગ્રંથિરૂપી પર્વતના ભેદને કરનાર છે, (૯) ભવરૂપી કેદખાનામાંથી પલાયન થવા માટે કાલ પાક્યાના ઘંટાનાદરૂપ છે, (૧૦) તેને અર્થાત્ ભવને અપસાર કરનારી આ કાલઘંટા છે. (૧૧) સંક્ષેપથી ઇત્યાદિ સ્વરૂપવાળું યોગબીજચિત્ત છે. અત: સંશુદ્ધ દી તવીવૃશમ્ - આથી=પૂર્વમાં કહ્યું કે સરાગ એવા અપ્રમત્તયતિના વીતરાગભાવ જેવું અભિન્નગ્રંથિને પણ જિનમાં કુશલચિત્ત ત્યારે સંજ્ઞાવિખંભણઅન્વિત અને ફ્ળઅભિસંધિરહિત થાય છે આથી, સંશુદ્ધ એવું આ ‘દૃશ્’ છે=આવા પ્રકારનું છે. ‘સંશુદ્ધ દી તવીવૃશમ્’ એ કથનમાં ‘તદ્' એટલે શું ? તે સ્પષ્ટ કરે છે – વિતિ=તર્ એટલે જિતકુશલચિત્તાદિ. તેથી એ પ્રાપ્ત થાય કે સંશુદ્ધ જિનકુશલચિત્તાદિ આવું છે. પૂર્વમાં કહ્યું કે સંશુદ્ધ એવું જિનકુશલચિત્તાદિ ‘વૃ’ છે. તેથી હવે ‘વૃક્' ને સ્પષ્ટ કરે છે - અને આ=સંશુદ્ધ એવું જિનકુશલચિત્તાદિ તથાવિધ કાલાદિભાવથી તત્ તત્ સ્વભાવપણારૂપે= વીતરાગતારૂપ ફ્ળને અભિમુખ તે તે સ્વભાવપણારૂપે, ફળપાકઆરંભ સદેશ છે=વીતરાગતારૂપ ફળને પકવવાના આરંભ તુલ્ય છે. ‘કૃતિ’ શબ્દ ટીકાની સમાપ્તિ માટે છે. ।।૨૫।। * મિત્રગ્રંથપિ માં ‘વિ’ શબ્દથી ગ્રંથિનો ભેદ કર્યો છે જેમણે એવા સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ આદિનું જિનકુશલચિત્તાદિ ગ્રહણ કરવાનું છે. ભાવાર્થ: પૂર્વમાં સ્થાપન કર્યું કે સંજ્ઞાવિષ્લેભણઅન્વિત અને ફલઅભિસંધિરહિત એવું સંશુદ્ધચિત્ત યોગનિષ્પાદક છે, અને તેમાં દષ્ટાંત આપ્યું કે ક્યારે પણ અશાલિબીજથી શાલિનો અંકુરો થતો નથી. તેથી નક્કી થયું કે પહેલી યોગદૃષ્ટિવાળા આદિ જીવોનું પણ જિનકુશલચિત્તાદિ સંજ્ઞાવિખંભણઅન્વિત અને ફલઅભિસંધિરહિત નથી, ત્યારે યોગબીજ નથી. હવે તે યોગબીજ પહેલી દૃષ્ટિવાળા આદિ જીવોને કેવું હોય છે, તે સ્પષ્ટ કરે છે : ‘एतत्त्वभिन्नग्रंथेरपि तदैवं भवति चरमयथाप्रवृत्तिकरणसामर्थ्येन तथाविधक्षयोपशमसारत्वादप्रमत्तयतेः सरागस्यैव વીતરામાવત્વમ્' - ગ્રંથિનો ભેદ કર્યો નથી અને પહેલી આદિ દૃષ્ટિમાં રહેલા છે એવા યોગીઓ પણ ઉપદેશાદિ સામગ્રીથી જે કંઈ પણ વીતરાગનો વીતરાગરૂપે બોધ કરે છે, તેનાથી જિનમાં કુશલચિત્ત થાય છે; અને આ કુશચિત્ત યોગબીજરૂપ બનતું હોય ત્યારે સંજ્ઞાવિખંભણઅન્વિત અને ફલઅભિસંધિરહિત હોય છે. તે કેવું છે તે બતાવવા માટે યુક્તિ કહે છે સરાગ એવા અપ્રમત્તયતિને અપ્રમત્તદશામાં રાગાદિ સ્પર્શ વગરનો વીતરાગભાવ જેવો ઉપયોગ હોય છે, તેમના જેવો પહેલી યોગદૃષ્ટિવાળા જીવોનો પણ ઉપયોગ છે. આ પહેલી દૃષ્ટિવાળા જીવો ચરમયથાપ્રવૃત્તકરણમાં વર્તે છે, અને તેના સામર્થ્યથી યોગબીજગ્રહણકાળમાં તેમને તેવા પ્રકારના ક્ષયોપશમભાવનું
SR No.022737
Book TitleYog Drushti Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy