SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ યોગદૃષ્ટિસમુચ્ચય/સંકલના પાછળની ચાર દૃષ્ટિમાં રહેલા યોગીઓ આ ભવમાં કેવળજ્ઞાન પ્રાપ્ત ન કરી શકે અને દેવભવમાં જાય તો દેવલોકમાં જે ચારિત્રનો ભંગ થાય છે, તે ભંગ રાત્રિના સૂવાની ક્રિયા તુલ્ય છે. વસ્તુતઃ દેવભવ તે યોગીઓ માટે યોગમાર્ગની શક્તિનો સંચય કરીને વિશેષથી યોગમાર્ગની પ્રવૃત્તિ કરવાનું કારણ છે, અને તેનું સ્પષ્ટીકરણ શ્લોક-૨૦માં કરેલ છે. (૧) મિત્રાદૃષ્ટિ : મિત્રાદૃષ્ટિમાં બોધ મંદ હોય છે, ઇચ્છારૂપ યમ હોય છે, ધર્મકૃત્યોમાં અખેદ હોય છે અને પરનાં ખામીવાળાં ધર્મકૃત્યોમાં અદ્વેષ હોય છે. આ પ્રકારનું મિત્રાદૃષ્ટિનું સંક્ષેપથી સ્વરૂપ શ્લોક-૨૧માં બતાવેલ છે. મિત્રાદ્દષ્ટિમાં રહેલા યોગીઓ જૈનશાસનને પામીને કેવા પ્રકારનાં યોગબીજો ગ્રહણ કરે છે, તેનું સ્પષ્ટીકરણ શ્લોક-૨૨-૨૩માં કરેલ છે. આ યોગબીજોની પ્રાપ્તિ ચરમ પુદ્ગલપરાવર્તનમાં થાય છે, અને તે કઈ રીતે થાય છે, તેનું સ્પષ્ટીકરણ શ્લોક-૨૪માં કરેલ છે. પહેલી દૃષ્ટિમાં રહેલા યોગીઓ જિનમાં કુશચિત્ત કરે છે. તે કુશલચિત્તમાં જિનાદિ વિષયક અત્યંત ઉપાદેય બુદ્ધિ હોય છે, અને આલોક અને પરલોકના ફળની આશંસા હોતી નથી. તેથી તે કુશચિત્ત સંશુદ્ધ બને છે; અને સંશુદ્ધ એવું કુશલચિત્ત યોગબીજરૂપ છે, અન્ય નહિ, તે શ્લોક-૨૫માં સ્પષ્ટ કરેલ છે. વળી, જેમ જિનમાં સંશુદ્ધ એવું કુશલચિત્ત યોગબીજરૂપ છે, તેમ અન્ય પણ યોગબીજો શ્લોક-૨૬ થી ૨૯ સુધી બતાવેલ છે; અને સંશુદ્ધ યોગબીજોનું ગ્રહણ ભાવમલના વિગમનથી થાય છે. આથી ચરમાવર્ત પહેલાં તેવું સંશુદ્ધ કુશલચિત્ત થતું નથી, તેનું સ્પષ્ટીકરણ શ્લોક-૩૦-૩૧માં કરેલ છે. ચરમાવર્તમાં આવેલા જીવો કેવા પ્રકારના લક્ષણવાળા હોય છે, તેનું સ્વરૂપ શ્લોક-૩૨માં બતાવેલ છે; અને ચ૨માવર્તનું લક્ષણ જીવને અવચંકત્રયના ઉદયથી પ્રાપ્ત થાય છે, તેનું સ્પષ્ટીકરણ શ્લોક-૩૩માં કરેલ છે. યોગાવંચક આદિ ત્રણ અવંચકયોગનું સ્વરૂપ શ્લોક-૩૪-૩૫માં બતાવેલ છે. જીવમાં ભાવમલ ઘણો હોય ત્યારે આ અવંચકત્રય પ્રગટ થતા નથી, તે બ્લોક-૩૬-૩૭માં દૃષ્ટાન્તથી બતાવેલ છે. ચરમયથાપ્રવૃત્તક૨ણકાળમાં ગ્રન્થિભેદની નજીક રહેલા યોગીને અવંચકત્રયની પ્રાપ્તિ અને યોગબીજોની પ્રાપ્તિ થાય છે, તે શ્લોક-૩૮માં કહેલ છે. ચરમાવર્તમાં થતું ચરમયથાપ્રવૃત્તકરણ ચરમાવર્ત બહારના યથાપ્રવૃત્તકરણ કરતાં વિલક્ષણ છે, અને અપેક્ષાએ અપૂર્વકરણની જેમ અપૂર્વ છે, તે બ્લોક-૩૯માં બતાવેલ છે. મિથ્યાદ્દષ્ટિગુણસ્થાનકપદની પ્રવૃત્તિ મિત્રાદૃષ્ટિથી જ સંગત છે, તેનું સ્પષ્ટીકરણ શ્લોક-૪૦માં કરેલ છે. (૨) તારાદૃષ્ટિ : તારાદ્રષ્ટિમાં મિત્રાદ્દષ્ટિ કરતાં કંઈક સ્પષ્ટ બોધ હોય છે, નિયમ નામનું બીજું યોગાંગ પ્રગટે છે, હિતપ્રવૃત્તિના આરંભમાં અનુદ્વેગ હોય છે અને તત્ત્વ જાણવાની જિજ્ઞાસા પ્રગટે છે, તે શ્લોક-૪૧માં બતાવેલ છે.
SR No.022737
Book TitleYog Drushti Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy