SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદૃષ્ટિસમુચ્ચય/ગાથા-૧૭ ઓઘદૃષ્ટિનું સ્વરૂપ બતાવ્યું, જેથી ખ્યાલ આવે કે ઓઘદૃષ્ટિથી થયેલા બોધથી યોગમાર્ગની નિષ્પત્તિ થતી નથી, પરંતુ યોગદૃષ્ટિ વડે થયેલા પારલૌકિક પ્રમેયના બોધથી યોગમાર્ગની નિષ્પત્તિ થાય છે. ૮૬ ત્યાર પછી જેમ શ્લોક-૧૩માં આઠ દૃષ્ટિઓનાં નામો દ્વારા દૃષ્ટિઓનો કંઈકબોધ કરાવ્યો, તેમ તૃણઅગ્નિકણ આદિના દૃષ્ટાંતથી પણ યોગદૃષ્ટિનો બોધ અને યોગમાર્ગની પ્રવૃત્તિ કેવી હોય છે, તે શ્લોક-૧૫માં બતાવ્યું. ત્યાર પછી શ્લોક-૧૬માં સર્વ યોગીઓના મતને આશ્રયીને પણ આ યોગદૃષ્ટિ આઠ ભેદોવાળી છે, તેમ બતાવ્યું. હવે તે આઠ દૃષ્ટિઓનો વિસ્તાર કરતાં પૂર્વે ‘દૃષ્ટિ’ શબ્દનો અર્થ બતાવવા માટે કહે છે – શ્લોક ઃ सच्छ्रद्धासङ्गतो बोधो, दृष्टिरित्यभिधीयते । असत्प्रवृत्तिव्याघातात् सत्प्रवृत्तिपदावहः ।।१७।। અન્વયાર્થ: અસત્પ્રવૃત્તિવ્યાધાતાન્ અસત્પ્રવૃત્તિના વ્યાઘાતથી સત્પ્રવૃત્તિપવાવ: સર્જીÊાસાતો વોધ:=સત્ પ્રવૃત્તિના સ્થાનને વહન કરનાર અથવા લાવનાર, સાચી શ્રદ્ધાથી યુક્ત એવો બોધ દૃષ્ટિરિતિ=દૃષ્ટિ છે, એ પ્રમાણે સમિધીવતે કહેવાય છે. ।।૧૭।। શ્લોકાર્થ : અસત્પ્રવૃત્તિના વ્યાઘાતથી, સત્પ્રવૃત્તિના સ્થાનને વહન કરનાર અથવા લાવનાર, સાચી શ્રદ્ધાથી યુક્ત એવો બોધ તે દૃષ્ટિ છે, એ પ્રમાણે કહેવાય છે. ।।૧૭।। ટીકા ઃ 'सच्छ्रद्धासङ्गतो बोधः' इत्यनेनासच्छ्रद्धाव्यवच्छेदमाह, असच्छ्रद्धा चेह शास्त्रबाह्या स्वाभिप्रायतस्तथाविधासदूहात्मिका गृह्यते, तद्वैकल्यात् 'सच्छ्रद्धासङ्गतः' इति, एवंभूतो बोधोऽवगमः, किमित्याह 'दृष्टिरित्यभिधीयते' दर्शनं दृष्टिरिति कृत्वा, निष्प्रत्यपायतया फलत एतामेवाह 'असत्प्रवृत्तिव्याघातात्' इति तथा श्राद्धतया शास्त्रविरुद्धप्रवृत्तिव्याघातेन किमित्याह 'सत्प्रवृत्तिपदावहः' इति शास्त्राऽविरुद्धप्रवृत्तिपदावहो ऽवेद्यसंवेद्यपदपरित्यागेन वेद्यसंवेद्यपदप्रापक इत्यर्थ: । ટીકાર્ય ઃ ..... ‘સષ્ટ્રદ્ધાસન્તો નોધ:’ નૃત્યનેના . • કૃત્યર્થ: । ‘સમ્બ્રદ્ધાસાતો વોધ:' - એ કથનમાં સાચી શ્રદ્ધાથી સંગત, એ પ્રકારના વિશેષણ દ્વારા અસત્ શ્રદ્ધાના વ્યવચ્છેદને કહે છે, અને અહીં=દૃષ્ટિમાં, અસત્ શ્રદ્ધા શાસ્ત્રબાહ્ય સ્વઅભિપ્રાયથી, તેવા પ્રકારની અસત્ ઊહાત્મક ગ્રહણ કરાય છે તેના વૈકલ્યથી= અસત્ શ્રદ્ધાના વૈકલ્યથી, સત્ શ્રદ્ધા સંગત છે. ‘તિ’ શબ્દ સત્-શ્રદ્ધા-સંગતતા સ્પષ્ટીકરણની
SR No.022737
Book TitleYog Drushti Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy