SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ યોગદૃષ્ટિસમુચ્ચય|સંકલના ‘યોગદૃષ્ટિસમુચ્ચય' ગ્રંથ ભાગ-૧ના પદાર્થોની સંકલના ગ્રંથકારે પ્રથમ શ્લોકમાં આઠ દૃષ્ટિને કહેવાની પ્રતિજ્ઞા કરેલ અને તેમાં મંગલરૂપે વીર પરમાત્માને નમસ્કાર કરેલ છે. તે નમસ્કાર શાસ્ત્રયોગથી કરવાની પોતાની અશક્તિ જણાવાથી ગ્રંથકારે ઇચ્છાયોગથી કરેલ છે; અને આઠ દૃષ્ટિને કહેવાનો સંકલ્પ હોવા છતાં, તે આઠ દૃષ્ટિ સાથે ઇચ્છાદિ ત્રણ યોર્ગો પણ સંકળાયેલા છે, અને આઠ દૃષ્ટિના બોધમાં આ ઇચ્છાદિ ત્રણ યોગોનો બોધ પણ ઉપકારક છે, તેમ જણાવાથી ગ્રંથકારે ઇચ્છાદિ ત્રણ યોગોનું સ્વરૂપ પણ સંક્ષેપથી બતાવેલ છે. (1) ઇચ્છાયોગ : યોગમાર્ગની ક્રિયાઓ શાસ્ત્રાનુસારે ક૨વાની બળવાન ઇચ્છા હોય, છતાં તથાપ્રકારના બોધના અભાવને કારણે કે પ્રમાદને કારણે શાસ્ત્રથી વિકલ ધર્મપ્રવૃત્તિ થતી હોય, તે ઇચ્છાયોગ છે. (2) શાસ્ત્રયોગ : શાસ્ત્રવિધિના સમ્યગ્ બોધપૂર્વક અને શાસ્ત્રવિધિ અનુસાર ધર્મક્રિયા કરવા માટે સુદૃઢ યત્ન જેમાં વર્તતો હોય, અને શાસ્ત્ર જે અનુષ્ઠાનથી જે ભાવો ઉત્પન્ન કરવાના કહ્યા છે તે ભાવોને સમ્યક્ ઉલ્લસિત કરી શકે તેવા અવિકલ વ્યાપાર જે અનુષ્ઠાનમાં વર્તતો હોય તે શાસ્ત્રયોગ છે. (3) સામર્થ્યયોગ : શાસ્ત્રે જે દિશામાં જવાનો ઉપાય બતાવ્યો હોય તે દિશામાં શક્તિના પ્રકર્ષથી યત્ન વર્તતો હોય, અને આગળ જ્યાં શાસ્ત્ર દિશા બતાવી શકતું નથી ત્યાં સ્વપ્રજ્ઞાથી તે સ્થાનનો બોધ થાય અને શક્તિના ઉદ્રેકથી અવિકલ વ્યાપાર થાય, તે સામર્થ્યયોગ છે. આ સામર્થ્યયોગ બે પ્રકારનો છે – – પહેલો સામર્થ્યયોગ ક્ષપકશ્રેણીકાળમાં પ્રગટે છે, અને બીજો સામર્થ્યયોગ યોગનિરોધકાળમાં પ્રગટે છે. પ્રથમ સામર્થ્યયોગકાળમાં મોહના ઉન્મૂલન માટે સુદૃઢ વ્યાપાર હોય છે અને સર્વ સંગરહિત અસંગભાવમાં અનવરત પ્રવૃત્તિ હોય છે, અને બીજા સામર્થ્યયોગકાળમાં કર્મબંધના કારણભૂત મન, વચન, કાયાના યોગોનો નિરોધ થાય છે, જેથી સર્વસંવર પ્રગટે છે, અને તેના ફળસ્વરૂપે સર્વ કર્મનો નાશ થાય છે. વળી ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગથી મિત્રાદિ આઠ દૃષ્ટિઓ ઉદ્ભવ પામે છે. તેથી મિત્રાદિ આઠ દૃષ્ટિઓના બોધમાં ઇચ્છાયોગાદિનો બોધ ઉપયોગી છે, તેમ ગાથા-૧૨માં સ્પષ્ટ કરેલ છે. ત્યારપછી
SR No.022737
Book TitleYog Drushti Samucchay Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy